દાહોદ નગર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વર્ષ 2021-22 નું બજેટ રજૂ કરવામાં આવ્યું

0
144

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ નગરપાલિકા ના સભા ખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં દાહોદ નગરનું પૂરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

દાહોદ નગર સભાખંડમાં આજે દાહોદ નગર પાલિકાની નવી બોડી બન્યા બાદ આજ નવા બોર્ડ પછી પહેલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ 2021-22 નું દાહોદ નગર નું અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું હતું જેમાં રૂ. 70,62,20,000 ( સીત્તેર કરોડ બાસઠ લાખ વિસઝાર )ની આવક અંદાજીત થનાર છે જેમાં ઉઘડતી સિલક રૂ. 12,28,03,231 ( બાર કારોડ અઠિયાવીસલાખ ત્રણ હઝાર બસ્સો એકત્રીસ )રૂપિયા મળી કુલ 82,90,23,231/- ( બ્યાસી કરોડ નેવુંલાખ ત્રેવીસ હઝાર બસ્સોને એકત્રીસ ) રૂપિયા થાય છે જેમાં જુદા જુદા વિભાગોમાં રકમ ની ફાળવણી કુલ રૂપિયા 76,98,45,000/- ( છોત્તેર કરોડ અઠ્ઠાણું લાખ પિસ્તાલીસ હઝાર ) નો ખર્ચ અંદાજવામાં આવેલ છે જે જોતા દાહોદ નગર સેવાસદન નું 2021-22 નું બજેટ 5,91,78,321 ( પાંચ કરોડ એકાણું લાખ અઠયોતેર હઝાર બસ્સો એકત્રીસ ) રૂપિયાની પૂરાંત વાળું બજેટ રજૂ થયું હતું.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

તેમજ 15માં નાણાપંચની સરકારની ગાઈડ લાઈન મુજબ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ કરવા નગરમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ઉઘરાવી તેમાંથી પ્રક્રિયા કરી પેવર બ્લોક, બાંકડા, ડસ્ટબીન, ખુરશી વગેરે લોક ઉપયોગી વસ્તુઓ બનાવટો કરી વેસ્ટમાંથી બેસ્ટમાંથી કરવાનો પ્રોજેકટ પણ વિચારાધીન છે. તેમજ નગર ની સફાઈ ને પણ પ્રાથમિકતા આપવામાં આવશે અને નગર પાલિકા ટોલ ફ્રી નમ્બર 1800 233 318 જાહેર કરી લોકોએ તેમની ફરિયાદ કે રજૂઆતો આ ટોલ ફ્રી ઉપર કરવી તેવું સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને કાઉન્સિલર સભ્યોની હાજરીમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here