દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરુ કરવામા આવતા દરેક દુકાનદારો, હોસ્પિટલ, હોટલો અને તમામ નગરજનોને બે હાથ જોડીને વિનંતિ કરી કહેવામાં આવ્યું કે મહેરબાની કરીને કચરો ગટર મા નાખશો નહિ. “એક કદમ સ્વચ્છતા કી ઓર” તે પ્રમાણે દાહોદ પાલિકા દ્વારા આજે તા. ૨૩/૦૪/૨૦૨૩ ને રવિવારના રોજ થી પ્રી-મોન્સુન કામગીરી શરૂ કરાઇ.
આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ, દિપેશ લાલપુરવાલા, કિંજલ પરમાર, ચંદ્રકાંતા ધાનકા, ફાતેમા કપૂર, તથા પાલિકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.