દાહોદ નગર સેવા સદનના વોટર સપ્લાય ઈજનેરને કાઉન્સીલરે ધમકી આપતા કલેકટરને રજૂઆત

0
423
Picture 001
NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ નગર સેવા સદનમાં વોટર સપ્લાય ઈજનેર આશીષ રાણા જેમના પાસે હાલ બાંધકામ ખાતાનો પણ ચાર્જ છે તેઓને NewsTok24 દ્વારા પૂછવામાં આવતા તેઓએ જણાવેલ કે સોમવાર ના રોજ આશરે 08:30 કલાકે  તેઓના ઉપર નગર પાલિકા કાઉન્સીલર અષેશ લાલપુરવાલા નો ફોન આવેલ અને વાતચીત દરમિયાન તેઓ ગાળાગાળી કરેલ અને મને ફાયર સ્ટેશન ઉપર બોલાવેલ જેથી હું ત્યાં ગયેલ, અને ત્યાં જઈને મેં કહેલ કે સાહેબ શું તકલીફ છે? ત્યાં પણ મારી વાત  સાંભળ્યા વગર તમે કોઈ કામ  કરતા નથી તેમ કહી ગાળાગાળી કરી હતીઅને આ બાબતે મેં કહેલ કે તમોએ મારી સાથે આ ભાષામાં વાત કરવી નહિ તેમ કહી મારે પૂજામાં જવાનું હોઈ અને  બીજા દિવસે સવારે વહેલા હાઇકોર્ટમાં જવાનું હોઈ હું ત્યાંથી નીકળી ગયેલ. ત્યારબાદ ત્યાંથી આજે પરત આવેલ અને સવારે મારા સહકર્મચારીઓને વાત કરતા અમારા કર્મચારી મંડળે કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવાનું નક્કી કરેલ જેથી અમો સવારના 11:30 કલાકે પોતાનું કામ બંધ રાખી દાહોદ નગર સેવા સદનથી નીકળીને કલેકટરને રજૂઆત કરવા ગયેલ ત્યારબાદ ત્યાંથી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર  ને પણ આવેદન આપી ઠોસ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ તમામ ઘટનાચક્રના કારણે નગર સેવા સદનના તમામ કર્મચારીઓએ આજે પોતાનું કામ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
Version – અશેષ લાલપુરવાલા – આ સમગ્ર ઘટના બાબતે NewsTok24 સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે અમોએ તેમને કોઈ ખોટી વાત કરેલ નથી પરંતુ છેલ્લા દોઢ મહિનાથી કથીરિયા બજારમાં રસ્તા બાબતની રજૂઆત ધ્યાને ન લેતા તેમજ પાણીની એક ડીસ્ટ્રીબ્યુસન ની લાઈન ના  જોડાણ કરવા કહેલ જે ખુબ લાંબા સમયથી બાકી હોઈ તેમજ એક ડસ્ટબીન 10 દિવસ ઉપરથી ઉઠાવવાનું કહેલ જે રજૂઆત પૈકી ના એકપણ કામ સમય મર્યાદામાં પુરા ન કરતા એક નગર સેવક તરીકે મેં રજૂઆત કરી હતી અને હજી પણ ભવિષ્યમાં લોકહિતના કાર્યો સમયાધીન પૂર્ણ નહિ કરવામાં આવે તો વારંવાર કહેવાની ફરજ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here