દાહોદ ગોદી રોડ ના ચકચારી પવન સુસાઈડ મિસ્ટ્રમાં GRP ની પોકળ ફરિયાદ અને તપાસમા ઠાગાઠૈયા થી હેરાન પરિવારે ગૃહ ખાતાને રજૂઆત કરી

0
543

Picture 001

 

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ ગોદી રોડ સ્થિત લલીતભાઈ સલાટ ના પુત્ર પવને ગોદી રોડ ઉપર ઉકરડી ગામ તરફ રહેતા સોહિલ અબ્દુલમજીદ છીપા પાસેથી ત્રીસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે પૈકી માત્ર તેર હજાર રૂપિયા સોહિલ છીપા ને આપવાના બાકી હતા પરંતુ રોજ બરોજ ની ધાકધમકીઓ આપી સોહિલ તેને અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો અને જેના કારણે આ કુમળું ફૂલ ગભરાઈ ગયું હતુ. અને જેના કારણે તેને સુસાઈડ કર્યું હતું.પરતું ટ્રેન નીચે સુસાઈડ કરતા કેસ GRP પાસે ગયો હતો. પરંતુ તપાસ ના નામે ત્રણ ત્રણ મહિનાઓ વીતી ગયા છતાયે મીન્ડુંજ છે. એક તરફ જયારે પવન ના સુસાઈડ  કર્યાના 10 થી 15 મિનીટમાં તેના મોબાઈલ પર સોહીલે ફોને કર્યો હતો તેમાં તે ફોન GRP અન ASI  તેરસીંગભાઈ એ લીધો હતો. તે ફોને માં પણ સોહિલ ધમકી આપતો સંભળાય છે કે તું આ રહા હૈ કે નહિ અને તેરસીંગભાઈ તેને કશું કહે તે પહેલા ધમકી આપી અને ગાળો બોલે છે. પરંતુ ફોનમાં થોડીવાર પછી જયારે તેરીંગભાઈ એમ કહે છે કે તેનો અકસ્માત થયો છે અને હું પોલીસ બોલું છું તો પણ સોહિલ ની દાદાગીરી ઓછી નથી થતી અને તે પોલીસને કહે છે કે રૂક મેં  અભી દેખને ભેજતા હું. તેમ કહી ફોન કાપી નાખે છે. જો વ્યક્તિ પવનના ફોન ઉપર પવન સમજી જો પોલીસ ની સાથે આટલી બધી દાદાગીરી કરતો હોય તો પછી તેને પૈસા માટે પવનને શું નહી કીધું હોય.

         header honda  તેમ છતાં GRP ના તેરસીંગભાઈએ ફરિયાદમાં આ ફોન ની ઘટના કેમ છુપાવી અને આ બાબતનો ઉલ્લેખ કેમ નથી કર્યો તે એક તપાસનો વિષય છે પરંતુ વાડ ચીભડા ગળતી હોય તો કહેવું કોને જેવો તાગ થયો છે. જેથી ગૃહખાતા પાસે ન્યાય ની દાદ માંગી રહેલ પવનના શોકાતુર પરિવાર ની ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે એક જ અપેક્ષા છે કે તેમના પુત્રને ન્યાય મળે અને દોષિયોને સજા મળે જેથી ભવિષ્યમાં કોઈ આવી રીતે કુમળા બાળકોને ઉછીના પૈસા આપી અને તેમને ધાકધમકી આપી ઘરે કહી દેવાનો ડર બતાવી ને ખોટા રૂપિયા વસુલી નું કામ કરી નાં શકે અને વ્યાજ ખોરો  પર પણ સરકાર દ્વારા લગામ લગાવામાં આવે તેવી આશા પવન ના માતા પિતા અને પરિવાર નાં લોકો રાખી ન્યાયની વાટ  જોઈ રહ્યા છે.
      IMG-20151029-WA0207        અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પવન ઘરેથી દાગીના લાવ્યો હતો તે પણ સોહિલ છીપાએ મુથ્થુટ ફાઈનાન્સમાં મુક્યા હતા તો એ દાગીના કેમ તેને પોતાના નામે મુક્યા અને પવનનાં નામે કેમ નહિ ? આ તમામ  જવાબો જ્યારે પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે તો જ મળી શકે તેમ છે તેથીજ  આ કેસ ની ઇન્ક્વાયરી ગૃહ ખાતાએ ઉપલા અધિકારીને શોપવી જોઈએ જેથી આ કેસ ને દિશા મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here