KEYUR PARMAR – DAHOD
ગત રોજ તા.૧૨/૧૧/૨૦૧૭ રવિવારે પોલીસ ઇન્સ.D.V.Tadvi તથા LCB તેમજ દાહોદ ટાઉન પો.સ્ટે.ના પોલીસ માણસો સાથે સંયુક્તમાં દાહોદ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીને પકડવાની કામગીરી તથા પ્રોહી પેટ્રોલીંગમાં હતા ત્યારે દિપુભાઈ નગીનભાઈ સાંસી રહે. ગોધરા રોડ, દાહોદ. તા.જી.દાહોદ અંદાજે બપોરના ૧૨:૪૫ કલાકે પરેલમા પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂની નાની-મોટી વ્હીસ્કી તેમજ બીયરની કુલ બોટલો નંગ – ૨૪૪ જેની કિમત રૂપિયા ૩૨,૮૫૦/- અંકે રૂપિયા (બત્રીસ હજાર આંઠસો પચાસ) પૂરાનો બિનધિકૃત પ્રોહી મુદ્દામાલનો જથ્થો વેચાણ અર્થે રાખી LCB પ્રોહી ક્વોલિટી કેશ શોધી કાઢેલ છે. તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે
