દાહોદ યુવા શક્તિ મંડળ દ્વારા તા. 13 થી 21 ઓક્ટોબર દરમિયાન “માં શક્તિ નવરાત્રી મહોત્સવ 2015” નું આયોજન હરીવાટિકા ખાતે રાખવામાં આવેલ છે

0
1117

Picture 001

NewsTok24 – Keyur Parmar – Dahod

 

દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજ રોજ સાંજના 5:00 કલાકે હરીવાટિકા ખાતે એક પત્રકાર પરિષદમાં દાહોદ યુવા શક્તિ મંડળ દ્વારા જણાવવામાં આવેલ કે તેઓ દ્વારા હરીવાટિકા ખાતે નવરાત્રી દરમિયાન “માં શક્તિ નવરાત્રી મહોત્સવ 2015” નું ભવ્ય આયોજન કરેલ છે જેમાં સીઝન પાસ તેમજ ડેઇલી પાસ તેમજ પ્રેક્ષક માટેના અલગ પાસની સુવિધા રાખવામાં આવી છે આ કાર્યક્રમ દરમિયાન CCTV કેમેરા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સિક્યોરીટીનીવ્યવસ્થા રાખવામાં આવેલ છે. જેથી કરીને પરિવાર જનો સાથે મળીને નવરાત્રીની મઝા માણી શકે અને ખેલૈયાઓ મન મુકીને ઝૂમી શકે. મંડળ દ્વારા અંદર રીફ્રેશમેન્ટ સ્ટોલ ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here