દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મ સભા અંગે પ્રેસવાર્તા યોજાઈ

0
366

દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર નિર્માણ માટે દાહોદમાં વિરાટ ધર્મસભાનું આયોજન તા. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૮ રવિવાર રોજ કરવામાં આવેલ છે. આ ધર્મસભા રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બને તે માટે રાખવામાં આવી છે. દાહોદ વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી રમણભાઈ બારીયા, ગોવિંદભાઇ નટ, રાકેશભાઈ મિસ્ત્રી, રાજેશ કાલરા, બન્ટી જૈન અને હુકમચંદ બીલ્લોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમણભાઈ બારીયા એ રામજન્મ ભૂમિ ઉપર બાબરી કેવી રીતે બની અને આ વિવાદ કેમ થયો તે પ્રેસવાર્તામાં સમજાવ્યું હતું. અને દરેક હિંદુઓને આ ધર્મસભામાં જોડાવા માટે આહવાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here