દાહોદ શહેરના ગડી રોડ વિસ્તારમાંથી કોર્ટ લઇ જતા સમયે પોલીસ જાપ્તામાંથી કેદી ફરાર 

0
445
Picture 001
NewsTok24 – Keyur Parmar – Dahod
                        દાહોદ શહેર ગડી રોડ વિસ્તારમાંથી આશરે સવારના 11:00 કલાકે પોલીસ જાપ્તામાં દાહોદ ટાઉન ગુના રજિસ્ટર નંબર 134/15 અને I.P.C. ની કલમ 380 મુજબના ગુનામાં અટક કરેલ મહમ્મદ મન્સુર શેખ મૂળ રહેવાસી છત્તીસગઢ અને હાલ રહેવાસી મેઘનગર રેલ્વે સ્ટેશન પાછળના ને જયારે ગુના ના કામે સબ જેલ માંથી કોર્ટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ કેદીએ પોલીસ જાપ્તાના કર્મચારીને ધક્કોમારીને નાસી છૂટ્યો હતો ત્યારબાદ દાહોદ પોલીસ દ્વારા તમામ બોર્ડરો અને રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશને તાત્કાલિક સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ મોબાઈલ ચોરીમાં પકડાયેલ આ કેદી પોલીસને ચકમો આપી નાસી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here