દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત ગોકુલ સોસાયટીના ભૂલકાઓ દ્વારા શ્રીજીનું ઉત્સાહભેર થયેલ વિસર્જન

0
681

Keyur Parmar – Dahod

              દાહોદ જીલ્લા ના મુખ્ય મથક એવા દાહોદ શહેરની ચાકલીયા રોડ ઉપર આવેલ ગોકુલ સોસાયટીમાં ભૂલકા ઓ દ્વારા હરસો ઉલ્લાસ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ભૂલકાઓ દ્વારા ગઈ કાલે છપ્પન ભોગ ની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં  આસપાસના વિસ્તારના રહીશો પણ જોડાયા હતા
              આજ રોજ સાંજના ચાર કલાકે ગોકુલ સોસાયટી ખાતેથી શ્રીજીની આરતી કરી ભાવભીની વિદાય આપતા દસ દિવસ થી બાપ્પાની પૂજા અર્ચના કરતા ભુલકાઓની આંખો નમ બની ગઈ હતી. ત્યારબાદ ઢોલ નગર સાથે શ્રીજીને દાહોદ છાબ તળાવ ખાતે ઝાંખી લઇ જઈ અને સોસાયટી તથા અન્ય ભક્તો ની હાજરીમાં ભૂલકાઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here