આજે તારીખ ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે દાહોદ શહેર ભાજપ દ્વારા દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ ની અધ્યક્ષતામાં પુષ્પાંજલિનો કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પહેલા દાહોદ શહેર પ્રમુખ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી ત્યાર પછી ઉપસ્થિત મહામંત્રી અર્પિલ શાહ, હિમાંશુ નાગર, કોષાધ્યક્ષ વિક્રમ ભણસાલી, રાજેશ સહેતાઈ, વિનોદ રાજગોર, રંજનબેન રાજહંસ, સીમા વિજયવર્ગીય, શીતલબેન ચૌહાણ, અનીતાબેન ચૌહાણ, હાર્દિક બારીયા, દર્શિશ દિવાકર, અશિફ પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી.
પુષ્પાંજલિ કાર્યક્રમ પછી દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ દ્વારા તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નજમુદ્દીન ગાંગરડીવાળા, નિતેશ યાદવ અને કાઇદ ભેવાલાનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તા બનતાની સાથે નાજમુદ્દીન ગાંગરડીવાળાએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અલગ છે અને તેઓ દરેક જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે છે અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતા નથી અને દેશને વિકાસની નવી ઊંચાઈ એ લઈ ગયા છે અને આ બધું મે નિરીક્ષણ કર્યું સમજ્યો અને પછી હું આજે ભાજપમાં આપ બધા મિત્રો સાથે છું. મારે બીજી એક વાત કહેવી છે કે હું શહેર પ્રમુખને આજે અહી કહું છું કે આપણે ભાજપની દાહોદની વિધાનસભા સીટ તો હવે આપણે જીતી ગયા પરંતુ ઝાલોદ, ગરબાડા જ્યાં જ્યાં મારા બીજા મિત્રો છે તેમના થકી આપણે આ બંને સીટ જીતવા માટે મહેનત કરીશું અને આમ દાહોદ જિલ્લાની ૬ બેઠકો આપણે જીતી અને જિલ્લાને ભાજમય બનાવીએ તેવું કહી દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, શંકરભાઈ આમલિયાર, સુધીરભાઈ લાલપુરવાળા અને શહેર ભાજપ પ્રમુખનો પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ ની હાજરીમાં પ્રવેશ કરાવવા બદલ આભાર માન્યો હતો.