દાહોદ શહેરનું ગૌરવ : ગરવી ગુજરાત ફેશન શોમાં લજ્જા શર્મા અને પુત્રી શાઈનીએ સુપર મોમ અને સુપર ગર્લનું બિરુદ પ્રાપ્ત કર્યુ

0
282

૧૫મી ડિસેમ્બર 2018 શનિવારના રોજ ટ્રાન્સક્યુબ પ્લાઝા ફેમિલી મોલ વડોદરા ખાતે યોજાયેલ ફેશન શોમાં લજ્જા શર્મા અને પુત્રી શાઈની શર્મા જોડે ટ્રેડિશનલ અને ગો-ગ્રીન થીમ પર “યુઝ પેપર બેગ – રિડયુસ પ્લાસ્ટિક બેગ” તેમજ વિવિધ વસ્ત્રો પરિધાન કરીને દરેક રાઉન્ડમાં અગ્રેસર રહી જ્યૂરી તેમ જ દર્શકોના મન મોહી લીધા હતા અને ગરવી ગુજરાત ફેશન શો 2018 નું સુપર મોમ અને સુપર ગર્લ નું બિરુદ મેળવી સેકન્ડ રનર્સ અપ ઇન્ડિયા રહેલ બિરલ ભારદ્વાજના વરદ્દ હસ્તે ટ્રોફી અને ક્રાઉન પ્રાપ્ત કર્યો હતો. જે દાહોદ નગર માટે ગર્વની વાત છે. દાહોદના રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સન્માન પ્રાપ્ત કરનાર પિતા કિશોર રાજહંસના પગલે વિવિધ પ્રતિભાશાળી પુત્રી લજ્જા અને નવાસી શાઇનીએ અવારનવાર ગરબા, ડાન્સ, ફેશન શો, ચિત્રકલા અને હસ્તકલામાં અનેક ઇનામો મેળવી ચૂકી છે. જ્યારે ગાયક પતિ દીપેશ શર્મા દાહોદ આઇડોલ, પંચમહાલ અને વડોદરામાં બેસ્ટ સિંગરના એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે અને તેઓ વિવિધ મ્યુઝીકલ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરે છે. જ્યારે પોતાના ભાઈ વિરાંગ સાથે આર્ટ-ક્રાફટ-ડાન્સ કેમ્પના સફળ આયોજન કર્યા છે. દાહોદ નગરની તમામ ક્લાપ્રેમી જનતાએ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here