દાહોદ શહેરમાં પણ સમગ્ર ભારતની જેમ આજ રોજ ફિલ્મ પદ્માવતીનો વિરોધ થયો હતો

0
421

Keyur parmar Dahod

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૨/૦૧/૨૦૧૮ શુક્રવારના રોજ રાજપૂત સમાજની કરણી સેનાના સભ્યો દ્વારા બપોરના આશરે ૧૨:૩૦ વાગ્યે નગર પાલિકા ખાતે પહોચી જઈ ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરવામાં આવ્યો હતો. નગર પાલિકા આગળ દાહોદ રાજપૂત સમાજની કરણી સમાજ દ્વારા પૂતળા દહન કરવાનું હતું તેવામાં ત્યાં દાહોદ પોલીસ પણ આવી પહોચતાં પૂતળા દહન કરવાનું ટાળી રહ્યા હતા, આમ છતાં બપોરના ૦૨:૦૦ વાગી જતાં અને દોઢ કલાકના લાંબા સમયગાળા બાદ કરણી સેનાના આગેવાનોએ પદ્માવતી ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી અને પ્રસૂન જોશીના પૂતળા મંગાવ્યા ને તેને લાત ઘુસા મારી નીચે પાડી અને દિવાસળી ચાંપવાની કોશિશ કરત હતા તેવામાં જ દાહોદ ટાઉન પીઆઇ કે.જી.પટેલ અને પોતાના સ્ટાફ સાથે સ્થળ પર આવી અને કરણી સેનાના કાર્યકરતના હાથમાંથી પૂતળા ઝૂટવવાં માંડ્યા પરંતુ કરણી સેનાના કાર્યકરો અને પોલીસ વચ્ચે લગભગ ૨ થી ૫ મિનિટ જેટલી ખેંચતાણ બાદ અંતે પોલીસને ફૂટના ઝૂટવવામાં સફળતા મળી અને ત્યારબાદ પોલીસે દાહોદ રાજપૂત સમાજની કરણી સેનાના આગેવાનો સહિત ૧૦ જેટલા કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here