દાહોદ શહેરમાં શાંતિપ્રિય વાતાવરણમાં પાલિકાની ચુંટણી સંપન્ન. સરેરાશ 60% મતદાન, 36 ઉમેદવારોના ભાવી EVM માં કેદ

0
369

Picture 001

 

NewsTok24 – Keyur Parmar – Dahod

                દાહોદ શહેર ખાતે આજે પાલિકાની ચુંટણી યોજાતા સમયસર મતદાન શરુ થઇ ગયેલ હતું પરંતુ સવારના પ્રથમ બે અઢી કલાક માત્ર 10 થી 12 ટકા જેટલું નીરસ મતદાન થયું હતું. પણ બપોરના 12:30 કલાક પછી મતદાને ગતિ પકડી હતી અને દિવસના અંતે દાહોદ શહેરનું સરેરાશ 60% મતદાન નોંધાયું હતું. તેમાં વોર્ડ – 1 – 54%,  વોર્ડ – 2 – 62%,  વોર્ડ – 3 – 60%,  વોર્ડ – 4 – 58%,  વોર્ડ – 5 – 56%,  વોર્ડ – 6 – 65%,  વોર્ડ – 7 – 62%,  વોર્ડ – 8 – 60%,  વોર્ડ – 9 – 63% વોટીંગની ટકાવારી જોતા  એકવાત તો સ્પષ્ટ થાય છે કે ભાજપને ઘણો ફાયદો થશે અને નગર પાલિકામાં સત્તાનું સુકાન ફરી એક વખત ભાજપની પાસે જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here