દાહોદ શહેર તથા જિલ્લાના તમામ તાલુકામાં રવિવારના રોજ બજારો – દુકાનો ખુલ્લી રાખી શકશે – જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

0
316

THIS NEWS IS SPONSORED BY  –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી દ્વારા દાહોદ શહેર તથા જિલ્લાના દરેક તાલુકામાં રવિવારે બજારો–દુકાનો ખુલ્લી રાખી શકાશે પણ કોરોના બાબતની તમામ સાવચેતીઓનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે. દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં હોય આવતી કાલે રવિવારે બજારો-દુકાનો વગેરે ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કોરોના સંક્રમણ ફરીથી ઉથલો ન મારે તેનું ધ્યાન આપણે રાખવાનું છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એ માટે જરૂરી છે કે કોરોના બાબતની દરેકેદરેક સાવચેતીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જાહેરમાં બહાર નીકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવાનું છે, સામાજિક અંતરનું પાલન કરવાનું છે અને સેનિટાઇઝર કે સાબુથી હાથ ધોવા જેવી બાબતોને ખાસ ધ્યાને રાખવાની છે. આ બાબતો જ તમને કોરોનાથી દૂર રાખશે. બને ત્યાં સુધી રવિવારના દિવસે ઘરે રહીને જ પરીવાર સાથે વિતાવીએ એ આપણા માટે વધુ હિતાવહ રહેશે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને કોરોના બાબતે સજાગ રહેવાનું છે અને આરોગ્ય વિભાગ, પોલીસકર્મીઓ, નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપૂર્ણ સહયોગ રાખવાનો છે. કોરોના સામે આપણી જાગૃકતા જ આપણો બચાવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here