દાહોદ જિલ્લા ભાજપનું હાર્દસમુ સપનું “શ્રી કમલમ્” કાર્યાલય નું નિર્માણ પૂર્ણ થયું જેમાં સૌ પ્રથમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયારએ પોતાને છેલ્લા ત્રણ વર્ષમાં મળેલી ભેટ તમામ કાર્યાલય નિધિ માટે અર્પણ કરી જયારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને દાહોદ જિલ્લામાંથી મળેલ ભેટ તેમને દાહોદના કાર્યાલય નિધિ માટે અર્પણ કરી હતી અને તદ્ઉપરાંત ભાજપના બે લાખ પેજ સભ્યો જિલ્લાના લોકો વેપારીઓ સંગઠનના હોદ્દેદારો ના સહયોગ થી આ ભવ્ય કાર્યાલય નું નિર્માણ માત્ર નવ મહિનાના ટૂંકા સમગાળામાં થયું છે. જેનું તારીખ ૧૪ મી ઓકટોબર ના રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કરકમલો થી અને ભાર્ગવ ભટ્ટ તેમજ રતનકરજીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દાહોદના લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દાહોદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકર આમલિયારે સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાન અને ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પહેલા તો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ કાર્યલય બનાવવામાં જે મહેનત અને સહકાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ વખતે દાહોદ જિલ્લામાં ભાજપની 7 સીટો પૂરેપૂરી જીતવાની છે અને તેની જવાબદારી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરને આપી છે અને તે જીત અપાવશે એવો વિશ્વાસ છે. અને આ વખતે દરેક ધારાસભ્યએ પોતાની વિધાનસભા સીટ ઓછામાં ઓછાં પચાસ હજાર મતોથી જીતવાની છે.
વધુમાં સી.આર. પાટીલ એ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ હમણાં બેનરો લગવ્યા છે કે અમે આ કામો કર્યા છે પણ એમને કામો નહિ “કારનામાં ને કાંડ” કર્યા છે. જો એમને કામ કર્યા હોત તો અને કોંગ્રેસ માત્ર ચૂંટણી આવે ત્યારે બેઠી થાય છે એનો મતલબ એક ઉદાહરણ આપી સમજાવું એમની હાલત હમણાં જે છે તે એવી છે કે કોઈક વ્યક્તિને ફ્રેકચર થયું હોય અને તે બે ચાર મહિના પછી ઘોડી લઈને ઊભો થાય અને પછી ચાલવાનું શરુ કરે. એટલે કોંગ્રેસ કાંખમાં ઘોડી નાખીને ચાલે છે. તેની હાલત ખુબ ખરાબ છે. અને તોય એવો ભ્રમ રાખે છે કે આદિવાસી મતદારો તો અમારા છે પણ હું કોંગ્રેસ ને કહું છું કે હવે આજના અમારા આદિવાસી ભાઈ બહેનો બધું સમજી ગયા છે અને તેમને ખબર છે કે ખેતીના બિયારણ માટે પણ રૂપિયા સીધા ખાતામાં આવે અને દેશના વડાપ્રધાન તેમની ખૂબ ચિંતા કરે છે અને દરેક યોજનાઓ લાભ તેમને સીધો આપે છે અને તેમના હક માટે પહેલાની જેમ ધક્કા નથી ખાવા પડતા, તેમને સીધો લાભ મળી જાય છે. આવી આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. જેમાં લોકોને કોરોના વખતે પણ ત્રણ ત્રણ રસી આપી દેશના લોકોને જીવનદાન અપાવ્યું છે અને કોંગ્રેસ તે એમાં પણ વિરોધ કરતી હતી અને રસી લેવાનુ ના પડતી હતી. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ભાજપના સાંસદ અને ધારાસભ્યો ને કહ્યું કે તમે અને તમારો પરિવાર રસ્સી મુકાવે અને તેમને જોઈને લોકોએ પણ રસી મૂકવી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસની નવી ઉંચાઈઓ અપાવી છે અને ભાજપ ભ્રષ્ટાચાર વગર લોકોનું કામ કરવા વાળી પાર્ટી છે અને ભાજપે વિકાસ કર્યો છે એટલે લોકો ભાજપને જીતાડશે તેવું કહ્યું હતું.
દાહોદ જિલ્લા નવીન કાર્યાલય ભવનના ઉદ્દઘાટન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમાં સ્થાનિક ભાજપના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો નગર પાલિકા સભ્યો, જિલ્લા પંચાયત અને તાલુકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.