THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ નગર પાલિકા દ્વારા “સ્વચ્છ દાહોદ, સ્વસ્થ દાહોદ” અંતર્ગત એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ કોરોના કાળમાં દાહોદ નગરની દરેક હોટલો, શાળાઓ, હોસ્પિટલો, દરેક ફળીયા, મહોલ્લા, માર્કેટ, બાગ બગીચા તથા પાર્કિંગનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં “શ્રી કૃષ્ણ સ્વીટ્સ” માં દરેક પ્રકારની સ્વચ્છતા અને તેમના કર્મકચારીઓ દ્વારા નિયત સેનીટાઈઝેશન ની કામગીરી કરવામાં આવતી હતી, તેમજ કોવિડ ગાઈડ લાઈન ના પાલન ઉપરાંત સ્વચ્છતા નું પણ રેગ્યુલર ધ્યાન રાખવામાં આવે છે અને આ સ્વચ્છ રેંકિંગ સર્ટિફિકેટ મેળવવા બાબતે નગર પાલિકા દ્વારા અમુક ચોક્કસ માપદંડ રાખવામાં આવ્યા હતા.
જેમાં “શ્રી કૃષ્ણ સ્વીટ્સ” માં 76% થી વધુ ટકાવારી હોવાથી દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા “A ગ્રેડ” આપી સ્વચ્છ રેન્કિંગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યુ હતું.