જૈન ધર્મના પાવન પર્વ પર્યુષણના પાંચમા દિવસ એટલે તા.૨૮/૦૮/૨૦૨૨ ને રવિવારના એકમના પાવન દિવસે દાહોદ જૈન સંઘ દ્વારા વહેલી સવારે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના દેરાસર ખાતે પૂજા કરવામાં આવી ત્યાર પછી સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને પછી થયું શાંતિ કળશ અને બપોરે દોલત ગંજ બજાર ઉપાશ્રયમાં પહેલા ચૌદ સ્વપ્નની બોલી બોલવામા આવી અને ત્યાર પછી દાહોદમાં બિરાજમાન સાધ્વીજી મહારાજ સાહેબ કલ્પવર્ષા શ્રીજી અને ભાવવર્ષા શ્રીજી દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીજી ના જન્મનું વાંચન કરવામાં આવ્યું અને ભગવાનના જન્મના વાંચન બાદ સમગ્ર દાહોદ સંઘ દ્વારા પ્રભુને પારણાંમાં ઝુલાવી દાહોદ દોલતગંજ બઝાર જૈન ઉપાશ્રય થી શોભાયાત્રા નીકળી ગાંધી ચોક, નેતાજી બઝાર થઈ હનુમાન બઝાર ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ઉપર પૂર્ણ થઈ હતી. આ તમામ પ્રસંગે અઠ્ઠાઈ તપના તપસ્વીઓ તેમજ સમાજના શ્રાવક અને શ્રાવિકા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
HomeDahod - દાહોદદાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મકલ્યાણકની ધામધૂમથી...