દાહોદ સાંસદની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળતા ૪૫૦ દુકાનદારોની વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની હૈયાધારણ

0
1288

દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ સહેતાઇ તેમજ ભાજપ પ્રમુખ પ્રસાદ દેસાઈનું પ્રતિનિધિ મંડળ ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી અને દાહોદમાં જે દબાણો તૂટ્યા છે તેની રજૂઆત કરી જેમાં ૪૫૦ જેટલી દુકાનો તૂટી જેમાં વર્ષોથી જે લોકો દાંધા રોજગાર કરતા હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે તેવી પરિસ્થિતિ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેઓએ વહેલામાં વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હૈયાધારણ આપી છે. તેથી દાહોદના અસરગ્રસ્તો માટે રોજગારીની દિશા ઉજ્જવળ બની હોય તેમ લાગી રહ્યુ છે.

પ્રજાની કોઇ પણ સુખાકારીનું સમાધાન એ અમારી નૈતિક જવાબદારી છે ઃ જશવંતસિંહ ભાભોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here