દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં સિટી ગ્રાઉન્ડ ઉપર આજે તા.૧૧/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ દાહોદ સાંસદ ખેલ સ્પર્ધા – ૨૦૨૩ નું ઉદ્દઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય પંચાયત મંત્રી બચુભાઇ ખાબડનાં વરદ્ હસ્તે, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડામાં ધારાસભ્ય, લીમખેડા ધારાસભ્ય, ઝાલોદના ધારાસભ્ય તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા ભાજપના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી સ્પર્ધાનું ઉદ્દઘાટન કરી ક્રિકેટ ની ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી.
સાંસદ ખેલ સ્પર્ધાની શરૂઆત પૂર્વે નેશનલ ગેમ્સ રમી ચૂકેલા પ્રતિભાશાળી ખેલાડીઓને દ્વારા મશાલ લઈ સમગ્ર ગ્રાઉન્ડમાં રાઉન્ડ માર્યો હતો અને દાહોદ જિલ્લાની 7 વિધાનસભા 15000 ખેલાડીઓ પૈકી આજે પ્રથમ રાઉન્ડમાં 1600 ખેલાડીઓ ખોખો, કબડ્ડી, ક્રિકેટ, હોકી, રસ્સા ખેંચ, જુડો અને સ્વિમિંગ જેવી વિવિધ રમતોમાં ભાગ લેશે. અને વિધાનસભા દીઠ રમાડી જિલ્લા કક્ષાએ ઇનામોનું વિતરણ કરવામાં આવશે.
દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર એ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણાં દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં દેશનો પરચમ લહેરાવે અને પોતાનું ગૌરવ વધારે અને પ્રતિભાવાન બને તે હેતુસર આ ખેલ સ્પર્ધાની શરૂઆત કરી હતી. કુબેર ડિંડોરના એ કહ્યું હતું કે સને – 2036 માં ઓલિમ્પિક નું યજમાન આપણો દેશ થવાનો છે ત્યારે સાંસદ ખેલ સ્પર્ધા થકી તૈયાર થયેલી પ્રતિભાઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારશે. જે ઉદાહરણ પૈકી મુરલી ગાવિત અને સરિતા ગાયકવાડ નેશનલ કક્ષાએ ગોલ્ડ જીતી દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જેઓનું સ્માર્ટ વોચ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ખેલ સ્પર્ધાનું આજે મોડી સાંજે સમાપન થશે અને ટ્રોફી પણ વિતરણ કરવામાં આવશે.