દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કુટિર હસ્ત કલા મેળો-૨૦૧૭નો પ્રારંભ કરતા કલેકટર જે.રંજીથકુમાર

0
327

 

KEYUR PARMAR – DAHOD

કુટિર હસ્તક કલા મેળો તા.૧/૯/૧૭ થી તા.૭/૯/૧૭ સુધી યોજાશે. નગરજનો સહિત દાહોદ જિલ્લાના હસ્તકલા પ્રેમીઓને લાભ લેવા કલેકટરશ્રીની અપીલ

આ હસ્તકલા મેળાતનો મૂળભૂત ઉદ્રેશ નાના કારીગરો/ ઉધોગકારોને બજાર પૂરું પાડી પ્રોત્સાહિત કરી મદદરૂપ થવાનો છે. – કલેકટરશ્રી જે.રંજીથકુમાર

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર શ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના ૩૩ જિલ્લાના અંદાજે ૧૮૦૦૦ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગ ની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય,ભાતિગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે.
તદ્નુસાર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૭ નું સીટી ગ્રાઉન્ડ, સીવીલ હોસ્પીટલ પાસે, દાહોદ ખાતે તા.૧/૯/૨૦૧૭ થી તા.૭/૯/૨૦૧૭ આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદ્ઘઘાટન જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળામાં રાજયના રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, બનાસકાંઠા, અમરેલી, સાબરકાંઠા, બોટાદ, આણંદ, વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને ફુટિર ઉધોગના કુલ ૫૦ જેટલા કારીગરો ભાગ લેવા આવ્યા છે.
આ કુટિર હસ્તકલા-૨૦૧૭ મેળાની કલેકટર જે.રંજીથકુમારે મુલાકાત લેતાં જણાવ્યું હતું કે આવા મેળાના આયોજન દ્વારા નાના કારીગરો / ઉધોગકારોને બજાર પૂરો પાડી તેમને મદદરૂપ થવાનો છે. જેનો જાહેર જનતાને લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગ હસ્તક કાર્યાન્વિત ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકકલા વિકાસ નિગમ લી ઇન્ડેક્ષ્ટ-સી ગુજરાત માટીકામ કલાકારીગીરી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા તથા ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી.સાથે સલંગ્ન વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/સખી મંડળો અને કલસ્ટર્સને સ્ટોલ ફાળવી સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી દાહોદ નગરની વિવેકી, રસીક અને કલા પારખુ પ્રજા માટે કુટિર હસ્તકલા મેળો-૨૦૧૭ નું આયોજન સીટી ગ્રાઉન્ડ, સીવીલ હોસ્પીટલ પાસે, દાહોદ ખાતે કરવામાં આવેલ છે. જેમાં હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, અકીકની આઇટમો, માટીની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ધરેણા, વુડન વોલપીસ, ગૃહ ઉધોગ, હાથશાળ તથા હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ વગેરેનું પ્રદર્શન-સહ-વેચાણ કારીગરો ધ્વારા કરવામાં આવી છે.
આ કુટીર હસ્તકલા મેળાની મુલાકાત દરમિયાન ઇન્ડેક્ષસીના માર્કેટીંગ મેનેજર ર્ડા.સ્નેહલ મકવણા, દાહોદ જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી પી.એમ.હિંગુ, મેળા સંચાલકશ્રી વસૈયા, ઇન્ડેક્ષસીનાશ્રી કમલેશ દેસાઇ સહિત અગ્રણીઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here