દાહોદ સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ દ્વારા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ ની નિવૃત્તિ તથા એલ.સી.બી પી.આઈ નો વિદાય સમારોહ યોજાયો.

0
716

Keyur Parmar – Dahod

                                      દાહોદ જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અને દાહોદ પોલીસ ધ્વારા સુગમ સંગીત નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ ના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ ના નિવૃત્તિ નો તથા દાહોદ એલ સી બી પી આઈ નો  વિદાય સમારંભ દાહોદ પોલીસ હેડ કવાટર સંકુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા, જીલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક દાહોદ, નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા, દાહોદ શહેર પી આઈ, બાર એશોસીએશન ના સભ્યો, પત્રકારો તેમજ શહેરના અન્ય રહીશો  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજેશ અખ્રેકર ની આરોહી પાર્ટી દ્વારા લોકોનું ખુબ સરસ મનોરંજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  પોલીસ વડા તેમજ જીલ્લા કલેકટર દ્વારા દાહોદ ના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજનું સાલ ઓઢાવી સંમ્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here