Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત મુખ્ય પ્રવેશ દ્વારનું થયું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત મુખ્ય પ્રવેશ દ્વારનું થયું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેરને સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા પછી દાહોદમાં એક પછી એક નવીન કર્યો થઈ રહ્યા છે. જેના ભાગ રૂપે આજે તા.૧૧/૦૪/૨૦૨૩ ને મંગળવારના રોજ ચંદ્રશેખર આઝાદ માર્ગ ઉપર દાહોદના અધ્યતન મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

આ મુખ્ય પ્રવેશ દ્વાર RCC કોલમ બીમ ઉપર ગેટ બનશે, ત્યાર બાદ CNC કટીંગ અને FRC મટીરીયલનો ઉપયોગ કરી પ્રવેશ દ્વાર ઉપર લાઈટિંગ કરી એકદમ અલાયદો લુક આપવામાં આવશે. આ મુખ્ય પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દી ચલ્લવાલા, નગર સેવક બીજલ ભરવાડ, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, રંજનબેન ભૈયા, ભરત સોલંકી, શ્રધ્ધા ભડંગ, નગર પાલિકા ચીફ એન્જિનિયર, કોન્ટ્રાકટર તથા પાલિકાના અન્ય સભ્યો તથા કાર્યકર્તા અને સ્થાનિક વોર્ડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુખ્ય પ્રવેશદ્વાર 6 મહિનાની અવધિમાં રૂપિયા એક કરોડના ખર્ચે તૈયાર થનાર છે અને 15મી ઓગષ્ટના રોજ તેનું લોકાર્પણ થાય તે પ્રમાણે નિર્માણ કરી આરંભ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર થી દાહોદના મુખ્ય પ્રવેશ ઉપર ચાર ચાંદ લાગશે તેવું લોકોનું માનવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments