ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાઇસન્સએ નાણાં ધિરનાર અને લિમિટ કરતા વધુ વ્યાજ લઈ ત્રાસ આપી લોકોના અપમૃત્યુનું કારણ બનનાર લોકો ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ત્યારે પોલીસ પ્રશાસને હવે લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જો કે, હાલમાં પોલીસ પાસે ગેરકાયદેસર વ્યાજખોરોની માહિતી નથી, આવી સ્થિતિમાં પોલીસ ફરિયાદને આ સમસ્યાનો આધાર બનાવશે. તાજેતરમાં દાહોદના એસ.પી. બલરામ મીણાએ મીડિયા સમક્ષ જાહેર જનતાને ખાતરી આપી છે કે ગેરકાયદેસર પૈસા ધીરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ એસ.પી. બલરામ મીણાએ પણ જનતાને તાકીદ કરી છે કે જો કોઈ તમને આ રીતે ધમકી આપે છે કે હેરાન કરે છે અને ખોટા વ્યાજ માટે ઉઘરાણી કરી છે તો પછી કોઈપણ ડર વિના, તમે નવા વર્ષના પ્રથમ સપ્તાહથી દાહોદ પોલીસને જાણ કરી શકો છો. અને તમારી સાચી રજૂઆતને ધ્યાને લઈ દાહોદ પોલીસ ફરિયાદ નોંધી આવા ગુનેગારો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરશે તેવું દાહોદ ASP જગદીશ બાંગરવા એ આજે તા.૦૫/૦૧/૨૦૨૩ ને ગુરુવારના એક પ્રેસવાર્તામાં જણાવ્યું હતું અને લોકો ને અપીલ પણ કરી હતી કે જે કોઈ લોકો આવા લોકોના ભોગ બન્યા હોત તે લોકો નીડરતાથી દાહોદ પોલીસનો સંપર્ક કરે.
દાહોદ ASP ની વ્યાજખોરો સામે લાલ આંખ, દાહોદ જિલ્લા પોલીસે સંપર્ક કરવા કરી અપીલ
RELATED ARTICLES