દાહોદ LCB પોલીસને છેલ્લા એક વર્ષથી રાયોટિંગ તેમજ ખૂનની કોશિશનો નાસતા-ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા

0
180

પોલીસ મહાનિર્દેશક ગુ. રા. ગાંધીનગર તરફથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું ખાસ  ઝુબેશ હાથ ધરી જરૂરી સૂચના અને સીધા માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને આજરોજ LCB ના અધિકારી તેમજ સ્ટાફના તેમજ SRP ના જવાનો સાથે અસરકારક ના.ફ. આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર અસરકારક કોમ્બિંગ હાથ ધરેલ

દરમિયાન લીમડી પો.સ્ટે. ફ.ગુ. રજી. નં. ૨૦/૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩, ૪૧૭, ૧૪૯, ૩૩૨, ૩૩૭, ૪૨૭ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩, ૭ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી)એ મુજબના ગુનામાં ના.ફ. આરોપીઓ (૧) રાજુભાઈ ચોખલાભાઈ નીનામા તથા (૨) અલ્પેશભાઈ ચીમનભાઈ નીનામા બંને રહે. ચાકાલીયા તા. ઝાલોદ નાઓને તેમજ દાહોદ ટાઉન પો. સ્ટે. ફ.ગુ.રજી.નં. ૧૪૦/૧૭ ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૮,૧૪૯, ૩૨૪, ૩૩૭ મુજબના ગુનામાં ના. ફ. આરોપીઓ પ્રતાપભાઈ વાલાભાઇ ડામોર રહે. પુસરી, સરપંચ ફળિયા, તા.જિ.દાહોદ નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ

આમ દાહોદ LCB પોલીસને છેલ્લા એક વર્ષથી રાયોટિંગ તેમજ ખૂનના નાસતા ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here