દાહોદ RTO ઓફીસ ખાતે માર્ગ સલામતી સપ્તાહ નિમિતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

0
550

 

 

logo-newstok-272
EDITORIAL DESK 
દાહોદ RTO ઓફીસ ખાતે આજે માર્ગ સલામતી સપ્તાહ નિમિતે જન જાગૃતિને લગતા એક કાર્યક્રમ નું આયોજન થયું હતું.આ કાર્યક્રમ માં દાહોદ જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા , DYSP  મેહતા , ARTO  ભટ્ટ ,  પ્રમુખ  સયુક્તાબેન મોદી , નાયબ માહિતી નિયામક નલીનભાઈ બામણીયા તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
   આ પ્રસંગે જિલ્લા પોલીસવડા અને પાલિકા પ્રમુખે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જયારે ARTO  ભટ્ટે આ પ્રસંગે માહિતી આપતા કહ્યું હતું કે ટેરરીસ્ટ કરતા પણ ખરાબ અકસ્માત છે. કારણ કે આતંકવાદ થી મારનાર ની સંખ્યા લાખો માં નથી. અને તેથી આપણે હવે માર્ગ અકસ્માતો ને લઇ જાગૃત થવા ની જરૂર છે. અને કાયદાનું પાલનજ આનો સચોટ રસ્તો છે.
આખા કાર્યક્રમનું સફળ સંચાલન નીર્મલભાઈ ધ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here