Friday, January 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ S.O.G. એ પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને કુલ કિં....

દાહોદ S.O.G. એ પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને કુલ કિં. ₹.૪૭,૧૮૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

દાહોદ ટાઉન પો.સ્ટેશન હદના રળીયાતી ગામથી ઇન્દોર હાઇવે રોડ ઉપર હેરાફેરી કરતા પરપ્રાંતિય ઇંગલિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ – 369 કિં. ₹.42,180/- તથા એક મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹.47,180/- ના પ્રોહિ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણના કેસ શોધી કાઢતી દાહોદ S.O.G. શાખા.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જિલ્લામાં ગુનાઓ બનતા અટકાવવા તેમજ પ્રોહીની બદી નાબૂદ કરવા સૂચના કરેલ. જે અનુંસંધાને P.I. આર. સી. કાનમિયાં S.O.G. શાખા દાહોદ તથા જે.બી. ધનેશા P.S.I. તથા S.O.G. ટીમ આજે તા.૦૩/૦૧/૨૦૨૩ ને મંગળવારના રોજ દાહોદ “એ” ડીવી પો. સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ.પો.કો. રાકેશકુમાર વસનાભાઈ નાઓને ચોક્કસ ખાનગી રાહે બાદમી હકીકત મળેલ કે ઝાબુઆથી દાહોદ આવતી એસ.ટી બસ નંબર જીજે 18 ઝેડ 3747 નંબરની બસમાં પરપ્રાંતીએ ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો આવનાર છે. તેવી મળેલ બાતમી ના આધારે રળીયાતી ગામે ઇન્દોર હાઇવે રોડ થી રળીયાતી ગામ તરફ જતા ફાટા પાસે વોચમાં હતા દરમિયાન ઉપરોક્ત નંબર વાળી એસટી બસ આવતા તેને રોકી સદર એસટી બસમાં તપાસ કરતા એક ઈસમ પાછળના ભાગે હાથમાં થયેલો લઈ આઘોપાછો થતા તેની તપાસ કરતા સદરહું  ઈસમે માલ સામાનની આડમાં એક પ્લાસ્ટિકની મીડિયા થેલી તથા બીજા થેલાઓમાં પરપ્રાંતિય ઇંગલિશ દારૂ બિયરની બોટલો ભરેલ મળી આવેલ જેમાં (૧) GOA WHISKY ની 750 મીલીની બોટલ નંગ 12 (૨)  GOA WHISKY ની 750 મીલીની બોટલ નંગ 110 (૩) ROYAL SPECIAL FINE WHISKY ની 180 મીલીની બોટલ નંગ 223 (૪) KINGFISHER EXTRA STRONG PREMIUM BEER 500 મીલીની બોટલ નંગ 24 કુલ બોટલો નંગ 369ની કુલ કિંમત ₹. 42,180 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹. 5,000 મળી કુલ ₹. 47,180 ના મુદ્દામાલ સાથે આરોપી અજયભાઈ નરસુભાઈ જાતે માવી ઉમર વર્ષ 26 રહે વરમખેડા માવી ફળિયુ તા.જી. દાહોદ નાંને પકડી પાડી તેના વિરુદ્ધ દાહોદ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે

આ સમગ્ર કામગીરી કરવામાં P.I. આર. સી. કાનમિયાં S.O.G. શાખા દાહોદ તથા જે.બી. ધનેશા P.S.I. તથા અ.હે.કો. જયેશકુમાર શાંતિલાલ, અ.પો.કો. ગણપતભાઈ મીઠલુભાઈ, આ.પો.કો. પ્રદીપભાઈ ભીખુભાઈ, આ.પો.કો. રાજેન્દ્રકુમાર મનસુખભાઈ, આ.પો.કો. રાકેશકુમાર વસનાભાઈએ પ્રોહી મુદ્દામાલ કુલ કિંમત ₹. 42,180 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹. 5,000 મળી કુલ ₹. 47,180 ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબીશનનો ક્વોલિટી કેસ શોધી કાઢવામાં દાહોદ S.O.G. બ્રાન્ચને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments