દેવગઢબારીઆ તાલુકાના પંચેલા ખાતે ૬૯મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે ત્રિરંગો લહેરાવી સલામી આપી પંચેલા ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની શાનદાર રંગે ચંગે ઉજવણી કરાઇ

0
306

 

જિલ્લાઓમાં ઉજવાતા રાષ્ટ્રીય પર્વોએ ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસની પરિભાષા અંકિત કરી છે.

સરદાર સરોવર પ્રોજેક્ટના દરવાજાઓ પૂર્ણ ક્ષમતા સાથે ઉંચાઇ પ્રસ્થાપિત થતાં ૫ મિલિયન એકર ફૂટનો સંગ્રહ શક્તિમાં વધારો થયો છે

દાહોદ જિલ્લામાં ૧૦૫૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કડાણા જળાશય આધારિત ઉદ્વવહન સિંચાઇ યોજના થકી હરિયાળી ક્રાંતિ આવશે

દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાને ૮૯૦ કરોડના ખર્ચે નર્મદા રીવર બેઝિન હાંફેશ્વર આધારિત પાણી પુરવઠા યોજના થકી ૧૦.૪૫ લાખ વસતીને શુધ્ધ પીવાનું પાણી મળશે
રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ રમણભાઇ પરમાર

રાષ્ટ્રના ૬૯મા પ્રજાસત્તાક પર્વે રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત) વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ રમણભાઇ પરમારે દાહોદ જીલ્‍લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ખાતે ત્રિરંગો લહેરાવી સલામી આપી પરેડનું નિરિક્ષણ જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રા અને પોલિસ વડાશ્રી પ્રેમ વીર સિંહહની સાથે નિરિક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લાના વયોવૃધ્ધ સ્વાતંત્ર્ય સેનાનીઓનું મંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ખાતે આ રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીએ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે દેશને આઝાદી અપાવનાર પૂ. ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દેશના અને દાહોદ –પંચમહાલ જીલ્લાના વીર સપૂતોને યાદ કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૨ના વર્ષથી જિલ્લાઓમાં રાષ્ટ્રીય પર્વોની ઉજવણીની શરૂઆત કરવાના નવતર અભિગમના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસની પરિભાષા અંકિત થઇ છે.
સરદાર સરોવર પ્રોજેક્ટના દરવાજાઓ પૂર્ણ ક્ષમતા સાથે ઉંચાઇ પ્રસ્થાપિત થતાં ૫ મિલિયન એકર ફૂટનો સંગ્રહ શક્તિ માં વધારો થયો છે દાહોદ જિલ્લામાં ૧૦૫૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કડાણા જળાશય આધારિત ઉદ્વવહન સિંચાઇ યોજના થકી હરિયાળી ક્રાંતિ આવશે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાને ૮૯૦ કરોડના ખર્ચે નર્મદા રીવર બેઝિન હાંફેશ્વર આધારિત પાણી પુરવઠા યોજના થકી ૧૦.૪૫ લાખ વસતીને શુધ્ધ પીવાનું પાણી મળશે. ગુજરાતની વર્ષો જુની ક્રુડ ઓઇલ રોયલ્ટીના પ્રશ્નનું નિરાકરણ થતાં હવે રૂા. ૮૩૯૨/- કરોડની ક્રુડ ઓઇલ રોયલ્ટીની ચુકવણીની જવાબદારીનો ભારત સરકારે સ્વીકાર કર્યો છે. પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાતને રૂા. ૧૦૦૦ કરોડ જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે. ૨૧૭૨ કિલોમીટરના રાજ્ય ઘોરી માર્ગોને રાષ્ટ્રીય ઘોરી માર્ગો તરીકે મંજુર કરવાની ભારત સરકારે સૈધાંત્તિક મંજુરી આપી છે. સેવાસેતુ જેવા અસરકારક ૫૫૦૦ કાર્યક્રમો યોજી એક કરોડથી વધારે જનપ્રશ્નોનું હકારાત્મક સંવેદનશીલ સરકારે નિરાકરણ કર્યુ છે. જિલ્લામાં પણ ૧૯૮૯૨૮ અરજીઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. રાજય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ૩૦૦૦ કરોડ ઉપરાંત મુલ્યની મગફળી અને તુવેરની ખરીદી કરી છે. ગરીબોની/વંચિતોની આ સરકારે વિવિધ ૩૯ પ્રકારની કામગીરી કરતાં શ્રમિકોને માત્ર રૂા. ૧૦/- માં ભરપેટ ભોજન આપતી શ્રમિક યોજના શરૂ કરી છે. પેસા એક્ટથી આદિવાસી બાંધવોના જળ – જંગલ અને જમીનના હક્કો સાચા અર્થમાં પૂરા પાડવામાં આવ્યા છે. સિકલસેલ એનિમિયાના દર્દીઓને અપાતી સહાયમાં આ સંવેદનશીલ સરકારે વધારો કરીને પ્રતિમાસ રૂા. ૫૦૦/- ની સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. માત્ર સાત જ દિવસમાં ગુજરાતમાં મેગાજોબ ફેર દ્વારા ૧૧૦૦૦૦ જેટલા યુવાનોને રોજગારી આપવાનું પરિણામલક્ષી કાર્ય આ સરકારે કર્યુ છે. માત્ર ૧૦૦૦/- ના ટોકન દરે લાખો યુવાનોને ટેબલેટ આપી જ્ઞાનના વૈશ્વિક દરવાજા ખોલવાની દિશામાં જઇ રહ્યા છે. મા અને મા વાત્સ્લય યોજના હેઠળ ૭ લાખ લોકોને રૂા. ૯૬૦/- કરોડની આરોગ્ય સેવાઓ સરકારે પૂરી પાડી છે. સુજલામ સુફલામ યોજના થકી ૭૦૯ તળાવો ભરાતાં ૧.૮૮ લાખ એકર વિસ્તામાં ભૂગર્ભ રીચાર્જ થતાં ખેડૂતોને તેનો લાભ પ્રાપ્ત થશે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના તરસ્યા વિસ્તારો નવપલ્લવિત થઇ રહ્યા છે. જેથી ખેડૂતો વધુ સમૃધ્ધ બનશે. ૧૧૫ ડેમો ભરાશે. ૧૧૨૬ કિ.મી. પાઇપલાઇનથી ૧૦ લાખ એકર ઉપરાંતના વિસ્તારને લાભ મળશે.

અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગ, લઘુમતિ તથા વિચરતી વિમુક્તિ જાતિના સમુદાયને વિવિધ યોજના હેઠળ રાજ્યમાં ૧૦૩૨.૩૪ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લામાં રૂા. ૬૫૦.૧૬ લાખની ચુકવણી થયેલ છે.
આ પ્રજાસત્તાક પર્વે જિલ્લા પોલિસ તંત્ર સુરક્ષા સેતુ દ્વારા મહિલા સ્વ-બચાવ માટેના કરાટે ડેમોસ્ટ્રેશન, અશ્વ/ડોગ શો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દેશ ભક્તિને લગતા, આદિવાસી સંસ્કૃતિને લગતા, બેટી બચાવો અભિયાન વગેરેને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિખૂટા પડેલા કે ખોવાઇ ગયેલા બાળકોને તેમના વાલીઓની સાથે મેળાપ કરાવી આપવાની સંવેદનશીલ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી, ગરીબ આદિવાસીઓને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તબીબો, વિવિધ વિભાગમાં અને ચુંટણી દરિમયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું મંત્રીશ્રી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજય સરકારની વિવિધ યોજનાકિય ઝાંખી દર્શાવતા ૧૮ જેટલા આકર્ષક ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકર્ષક ટેબ્લોઝમાં વિજેતા થનાર કલાકારોને/કર્મયોગીઓને મંત્રીશ્રી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજય સરકાર દ્વારા દેવગઢબારીયા તાલુકાના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્રને રૂા. ૨૫/- લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ માલતદારશ્રી રમેશ પરમારે કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં લીમખેડા મતવિસ્તારના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, ભાજપા અગ્રણીશ્રી નરેન્દ્ર સોની, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એમ.ખાંટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.વી.ઉપાધ્યાય, પ્રાયોજના વહીવટદાર સોલંકી, શિક્ષણાધિકારી બી.એમ.નિનામા, પ્રાંત અધિકારી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, ગ્રામજનો, વિધાર્થીઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં મંત્રીશ્રી મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓના હસ્તે પીપલોદ ક.મ.લ. હાઇસ્કુલ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here