દેવગઢ બારિયા ખાતે સેક્રેટેરીએટ બિલ્ડીંગમાં મધરાતે લાગેલી ભીષણ આગ 11 કલાકની જહેમત બાદ કાબુમાં કરાઈ

0
492

Picture 001

 

NewsTok24 – Keyur Parmar – Dahod

               દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા ખાતે સેક્રેટેરીએટ બિલ્ડીંગમાં જ્યાં હાલ જૂની મામલતદાર ઓફીસ ચાલે છે તેમાં ગત રાત્રીના 2:00 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી જતા મામલતદાર કચેરીના અગત્યના દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા. જયારે બાજુમાં ચાલતી રેવન્યુ ઓફિસ, વન વિભાગની કચેરી  રજીસ્ટ્રાર ઓફિસમાં પણ આગના કારણે નુકશાન થયું હતું, પરંતુ મામલતદાર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં મુકેલ દસ્તાવેજો સહીસલામત રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુ કરવામાં 11:00 કલાક જેટલો સમય લાગી ગયો હતો. તેના માટે ગોધરા, દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયાના ફાયર ફાઈટરોની ટીમ કામે લાગી હતી. સમગ્ર ઘટનામાં રાહતની વાત એ હતી કે આટલી ભીષણ આગ હોવા છતાં કોઈ જાનહાની થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here