ફતેપુરાના ડી.જે સંચાલકો દ્વારા ડી.જે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
103

દાહોદ જિલ્લામાં કોરોના મહામારીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો હોવાના કારણે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં DJ વગાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડી.જે સંચાલકો દ્વારા કોવિડ મહામારીને લઈ જિલ્લા કલેકટરના જાહેરનામાંને લઇ બે દિવાસ પહેલા DJ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થતી હતી. તેને અનુલક્ષીને DJ સંચાલકોએ તા.૧૮/૦૪/૨૦૨૧ ને શનિવાર ના રોજ ફતેપુરા મામલતદાર ને આવેદન આપી જિલ્લા કલેકટર ને આ આવેદનપત્ર પહોંચાડવા DJ સંચાલકો દ્વારા DJ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવામા આવે તેવી ભલામણ માટે આવેદન અને સાથે ધારાસભ્યનો લેટર પણ સાથે આપેલ હતો.

હાલ ડી.જે સંચાલકોનું કહેવું છે કે અમારા પરિવારના ભરણપોષણમા તકલીફ ઉભી થઇ રહેલ છે, બીજુ કે પરિવાર ના જીવનનિર્વાહ માટે પ્રશ્નો ઉભા થયા છે અને ડી.જે. ખરીદવા માટે લોન લીધેલી હતી તેના પણ રૂપિયા ભરપાઈ થયેલ નથી અને લગ્ન પ્રસંગોમાં અગાઉની તારીખોમાં નક્કી થયેલ પ્રોગ્રામ માં એડવાન્સ બુકિંગ અમે લોકોએ કરેલ છે તો તેઓનું નું પેમેન્ટ પણ બુકિંગ થયેલ હોવાથી અમારી પાસે વપરાયેલ છે જે આપવામાં અમને મુશ્કેલી પડવાની છે જેથી કરી અમોને રાત્રિના 10 કલાક સુધી છૂટ આપવામાં આવે તેવી ડી.જે સંચાલકોની માંગ સાથે આવેદન મામલતદારને સોંપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here