ફતેપુરાના મોટી નાદુકણ PHC ખાતે “પ્રધાનમંત્રી TB મુક્ત અભિયાન” અંતર્ગત પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું

0
11

આજે તા.૧૬/૦૩/૨૦૨૩ ને ગુરુવારના રોજ મોટી નાદુકણ PHC ખાતે પ્રધાનમંત્રી T.B. મુકત ભારત – 2025 અભિયાન અંતર્ગત TB નાં દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું

જેમા PHC વિસ્તારના કુલ – 21 TB દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં તાલુકા કક્ષાએ થી તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ.વી. આમલિયાર, STS, નટવરલાલ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે PHC – મોટી નાદુકણના તમામ સટાફ દ્વારા TB નાં કુલ – 21 દર્દીઓને દતક લઈ તેમને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય ઓફિસર ડો.આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આમ માન. પ્રધાનમંત્રીના T.B. મુકત ભારત અભિયાન સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here