ફતેપુરા તાલુકાની શાળાઓમા વાલીના સંમતિ પત્ર સાથે આજથી ધો. – ૧૦ અને ધો. – ૧૨ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

0
116

વાલીના સંમતિ પત્ર સાથે બાળકોની શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.

સમગ્ર જિલ્લા, રાજ્ય અને દેશમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી શિક્ષણમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું ત્યારે નવી આશા સાથે આજે તા.૧૧/૦૧/૨૦૨૧ ને સોમવારના રોજ થી ફતેપુરા તાલુકામાં નવ માસ પછી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પૂરતી તકેદારીઓ સાથે શાળાઓમાં ફરી પ્રારંભ થયો હતો. વાલીઓના સંમતિ પત્ર સાથે બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરેક શાળાઓમાં સેનીટાઈઝર અને સફાઇ સહિતની તકેદારીઓ પૂર્ણ કરવામાં આવી હતી, તો વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી તો વિદ્યાર્થીઓને પણ કોરોનાની તકેદારી રાખવા માટે સલાહ સુચન આપવામાં આવી હતી. ફતેપુરા તાલુકામાં અલગ-અલગ શિક્ષણ સંસ્થાઓ આવેલી છે, તેમાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીના સંમતિપત્ર વગર શાળામાં બેસવા દેવામાં ન આવે તેવી કડક સૂચના સાથે શાળાઓ ફરી ધમધમી ઊઠી હતી. દરેક વિદ્યાર્થીઓનું શાળામાં ટેમ્પરેચર માપીને હાથને સેનેટાઈઝર કરીને તથા મોઢા પર માસ્ક ફરજિયાત સાથે શાળામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. શાળાના આચાર્યોએ બાળકોને ફૂલ આપીને સ્વાગત કર્યું હતું અને વર્ગો ચાલુ થતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here