ફતેપુરા તાલુકામા મધ્યગુજરાત વિજ કંપની ની 17 ટીમના વિજચોરો ને ત્યા દરોડાથી ફફડાટ રૂ.454800/-ની વસુલાત કરી

0
386

 

sabir bhabhor

logo-newstok-272-150x53(1)Sabir Bhabhor Fatepura 
દાહોદ જીલ્લાના  ફતેપુરા તાલુકાના વિવિધગામોમાં વિજ ચોરી કરતા તેમજ વિજ બીલ નહી ભરનારા ગ્રાહકોના ઘરે ગતરોજ અચાનક એમ.જી.વી.સી.એલ ની17 ટીમો  ત્રાટકી હતી.  વિજબીલના બાકી નાણા પેટે રુ. 4,41,000ની વસુલાત કરાઈ હતી જ્યારે દંડ પેઠે 13,800. એમ કુલ મળી રુ. 454800 ની વસુલાત કરાઈ હતી. જ્યારે વીજ બીલ નહીભરનારાઓના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા. તેમજ નાણા ન ભરનાર ગ્રાહકો ને નાણા ભરવા માટે નોટીસો પણ આપવામા આવી  છે.  વિજચોરી અટકાવવા તેમજ વસુલાત માટે આગળ પણ દરોડા પાડવામા આવશે તેમ જાણવા મળ્યુ હતુ. ઓચીંતા પડેલા દરોડા થી સમગ્ર પંથકના વિજચોરોમા ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here