ફતેપુરા પોલીસ સ્ટેશનના જી.આર.ડી. રૂપિયા 8500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0
1280

PP photoNewsTok24 – Sabir Bhabhor – Fatepura

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામના રહેવાસી મમતાબેન રાજુભાઈ મછાર પાસેથી ફતેપુરા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ રમણભાઈ દલાભાઈ મુનિયાએ પ્રોહિબીશનના કેસમા હાજર કરી કેસની પતાવટ માટે રૂપિયા 8500/- ની માંગણી કરતા મમતાબેને એન્ટી કરપ્શન બ્યુરોને ફરીયાદ કરતા એ.સી.બી. પી.આઈ. આર.આર.આહીર તથા સ્ટાફના માણસોએ છટકુ ગોઠવતા પોલીસ સ્ટેશનની સામે આવેલ દુકાન પાસેથી રૂપિયા 8500/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. આ કેસમા લોકચર્ચા જોવા મળી રહી હતી કે હોમગાર્ડ પાસે એવી કઈ સત્તા છે કે તે આટલી મોટી રકમની માંગણી કરી શકે? શું આ કેસમા અન્ય કોઈ કર્મચારી પણ સંડોવાયેલ છે કે કેમ ? આ અંગે પી.આઈ. આર.આર. આહીર ને પુછતા જણાવ્યુ હતુ કે હજુ તપાસ ચાલુ છે અન્ય કોઈ સંડોવાયેલ હશે તો તપાસમાં બહાર આવશે અને  તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ACB Fatepura

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here