ફતેપુરા PSI તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન DJ માલિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા ગુનો દાખલ કર્યો

0
82

દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને લગ્ન પ્રસંગમાં DJ વગાડનારા ઉપર પ્રતિબંધ મુકેલો હોય તેમ જ કોવિડ SOP નો ભંગ કરેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉપલા અધિકારીઓને જણાવેલ તેના અનુસંધાનમાં ફતેપુરા PSI સી.બી. બરંડા પોલીસ સ્ટાફના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં જલાઈ, જગોલા, વાંદરીયા, વડવાસ આમ અલગ અલગ ગામોમાં હતા તે દરમિયાન લગ્ન પ્રસંગોમાં 200 થી વધુ વ્યક્તિઓ ભેગા કરી નાચગાન કરાવી સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન નહીં કરાવી જણાઈ આવતા DJ સંચાલકોએ જાહેરનામાનો ભંગ કરેલ હોય તે DJ સંચાલકો વિરુદ્ધ IPC કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલમ 51(બી) મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. DJ સંચાલકો ઉપર જાહેરનામા ના ભંગ બદલ ફરિયાદ દાખલ થતાં અન્ય DJ સંચાલકોમાં ડરનો માહોલ જાણવા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here