દાહોદમાં હાલમાં ૯૦૦૦ HPનું એન્જીન બનીને તૈયાર છે. માર્ચના અંતમાં દાહોદમાં જ તેનું ટ્રાયલ કર્યા બાદ પાટા પર દોડાવાશે – રાજ્યમંત્રી રવનીતસિંહ.
- કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડ લાઈન વિશે માહિતી અપાઈ.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલ્વે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી રવનીતસિંહએ દાહોદની મુલાકાત દરમ્યાન રેલ્વે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઇને સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું. ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે રેલ મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પી.પી.પી. ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન મંત્રી રવનીતસિંહએ જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું. રેલ્વે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડ લાઈન વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રી રવનીતસિંહએ સેફટીને ધ્યાને રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું. એ સાથે છેલ્લે મંત્રી રવનીતસિંહ સહિત અન્ય મહાનુભાવો દ્વારા કારખાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
દાહોદમાં હાલમાં ૯૦૦૦ હોર્સ પાવરનું પાવર ફૂલ એન્જીન બનીને તૈયાર છે. માર્ચના અંતમાં દાહોદમાં જ તેનું ટ્રાયલ કર્યા બાદ પાટા પર દોડાવાશે એમાં કહેતા રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે, તેની મહત્તમ સ્પીડ ૧૨૦ ની છે. આ એન્જીનથી માલ પરિવહનમાં મોટી સુવિધાઓ અને રોજગારી ઉભી થશે. હાલમાં એક એન્જીનના નિર્માણ બાદ સીમેન્સ કંપની દ્વારા અહીં ૩૪ ત્યાર બાદ ૬૦ – ૮૦ તેમજ ૨૦૩૫ સુધી વધુમાં વધુ એન્જીન બનાવવાનું લક્ષ છે. સિમેન્સ કંપનીના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલી પીપીપી સહિતની માહિતી મેળવી પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી અને ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ નિમિતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, રેલ્વેના મુખ્ય કારખાના પ્રબંધક મનીષકુમાર ગોયલ, સિનિયર અધિકારીઓ સહિત સ્ટાફ, R.P.F. ટીમ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.