ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ ને શનિવારના રોજ થી તા.૧૮/૦૯/૨૦૨૩ ને સોમવાર સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ દ્વારા એક યાદીમાં જણાવ્યું.
ભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કરાયો આદેશ
RELATED ARTICLES