મંગળવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા Google Meet ઉપર ઓપન વેબિનારનું આયોજન

0
137

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તથા એસ.પી. હિતેશ જોયસર ‘કોરોના સામે સ્વયં શિસ્ત’ નાગરિકોને તા.૧૧/૦૮/૨૦૨૦ ને મંગળવારના રોજ Google Meet ઉપર દિશા દર્શન આપશે. બપોરના ૦૧:૦૦ વાગ્યા થી ૦૨:૦૦ વાગ્યા સુધી યોજાનારા આ વેબિનારમાં જોડાયેલા નાગરિકો સાથે બન્ને વરિષ્ઠ અધિકારી સંવાદ સાધશે.

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૧૧/૦૮/૨૦૨૦ મંગળવારે બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધી ‘કોરોના સામે સ્વયંશિસ્ત’ વિષયક

Google Meet ઉપર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર નાગરિકોને વિશેષ માર્ગદર્શન કરવાના છે. આ વેબિનારમાં નાગરિકો જોડાઇ શકે છે. ગૂગલ મીટ ઉપર વેબિનારનો પાસવર્ડ rki-ouas-pia છે.
દાહોદમાં કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને ખાળવા માટે હવે નાગરિકોની ભૂમિકા પણ મહત્વની બની છે. હવે એવો સમય આવી ગયો છે કે કોરોના વાયરસ સામેની લડાઇમાં નાગરિકોની યોગદાન મહત્વનું બન્યું છે. ત્યારે, આ બાબતે બન્ને વરિષ્ઠ અધિકારીઓ નાગરિકોને આ બાબતે માર્ગદર્શન કરવાના છે.

નગર પાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, પ્રબૃદ્ધ નાગરિકો, મીડિયાકર્મીઓ, સામાજિક, સેવાભાવી, સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોને આ વેબિનારમાં જોડાવા આહ્વાન છે. બન્ને વરિષ્ઠ અધિકારીઓ સતત પૂછાતા પ્રશ્નોના ઉત્તર પણ આપશે.
વેબિનારમાં જોડાવા માટે જીમેઇલ દર્શાવાતા વિકલ્પ ઉપરથી સીધું જોડાઇ શકાય છે. ગૂગલ મીટની મોબાઇલ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે. જે ડાઉનલોડ કરી તેમાં મિટિંગ કોડ rki-ouas-pia નાખીને વેબિનારમાં જોડાઇ શકાશે. જીમેઇલ એકાઉન્ટ હોવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here