મકરસંક્રાંતિ પેહલા દરેક માતા પિતાને બોધ આપે તેવી કરુણ ઘટના : દાહોદના મંડાવાવ રોડના હરિદર્શન એપાર્ટમેન્ટના ઓટીએસમાંથી નીચે પડતા 12 વર્ષીય બાળક નું કરુણ મોત 

0
739

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદના મંડાવાવ રોડના પર રેહતા રમેશ વાસવાણી ના પુત્ર હર્ષ વાસવાણી હરિદર્શન એપાર્ટમેન્ટના ધાબા ઉપર પતંગ ચગાવા માટે ચઢેલ હતો અને ત્યાર પછી એ થોડીવાર થી ધાબા ના ઓટીએસ પાસે જઈ અને નીચે જોતો હતો તેવામાં તેને ચક્કર આવી જતા હર્ષ 150 ફૂટ થી વધારે ની ઉચાઇએથી એ પટકાયો હતો અને તેને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું કરુણ મોત નીપજ્યું હતું . આ વાત ની ખબર ફેલાતા સમગ્ર ગોવિંદનગરમાં શોકની લાગણી ફરીવળી હતી. અને તેના માતા પિતાનું તો રુદનજ  રોકાતું ન હતું સમગ્ર વાસવાણી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
પરંતુ આ ઘટના થી તમામ બાળકો ના માતા પિતા એ શીખ લેવા ની જરૂર છે કે પોતાના બાળકને  પતંગ ચગાવવા ક્યાં અને ક્યારે મોકલવો અને કઈ કઈ તકેદારી રાખવી જોઈએ. માબાપ પતંગ અપાવી દોરી અપાવી જવાબદારી થી વિમુખ થાય તો અનહોની ને તેડું આપવા જેવી બાબત છે એટલે NewsTok24 દરેક વાલી  ને સતર્ક રહી અને પોતાના  બાળકોનું ધ્યાન રાખવા માટે ભારપૂર્વક જણાવે છે. જેથી કરીને ફરીથી ભવિષ્યમાં આવી કોઈ કરુણ ઘટના કોઈ ની સાથે પણ  ઘટે નહિ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here