Sunday, November 10, 2024
Google search engine
HomeDahod - દાહોદમધ્યપ્રદેશ રાજ્યના મેઘનગર પો. સ્ટે. વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને...

મધ્યપ્રદેશ રાજ્યના મેઘનગર પો. સ્ટે. વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓએ જિલ્લામાં હાઈવે લૂંટના બનેલ બનાવો શોધી કાઢવા તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારું LCB ની ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને LCB ની ટીમ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી. તે દરમિયાન ગત તા.૩૦/૧૦૨૦૨૨ ને રવિવારના રોજ LCB ઇન્ચાર્જ પી.આઇ. એમ.કે. ખાંટ નાઓની સૂચના મુજબ પો.સ.ઈ. એમ.એફ. ડામોર તથા LCB સ્ટાફની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં કાર્યરત હતા, તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મધ્યપ્રદેશ રાજ્ય મેઘનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૩૩૬/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રવીણભાઈ S/o. રમેશભાઈ સીલીયાભાઈ માવી રહે. બોરખેડા તા.જી. દાહોદનો તેના ઘરે આવેલ હોય, જે આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા સારું મેઘનગર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે.
આમ મધ્યપ્રદેશ રાજ્યના મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments