મધ્ય ગુજરાતના દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં એક જ દિવસમાં મ્યુચલફંડમાં ૩૦૦ SIP કરી કીર્તિમાન સ્થાપ્યો

0
138

 

 

હમેશા પછાત વિસ્તારનું મેહ્ળું સાંભળતા મધ્ય ગુજરાતના દાહોદ વિસ્તારમાં પણ સમય સાથે તાલમેલ મિલાવી લોકો મ્યુચલફંડ (SIP) માં રોકાણ કરતા થયા છે આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે લોકોને મ્યુચલફંડ (SIP) માં રોકાણ કરવા માટે પ્રેરીત કરવા માટે દાહોદના જ છેલ્લા ૧૩ વર્ષ થી કાર્યરત સર્વપ્રથમ AMFI સર્ટીફાઈડ નાણાકીય સલાહકાર બ્રિજેશ દરજીની મેહનત રંગ લાવી .
દાહોદ જેવા વિસ્તાર માં લોકો પહેેલા ફક્ત પોસ્ટ કે બેંક જેવી જગ્યાએ જ બચત કરતા હતા. લોકો મ્યુચલફંડ (SIP) જેવી બચત થી વાકેફ ન હતા અને તેના ઉચા વળતર કે તેની સિસ્ટમ થી વાકેફ ન હતા, ત્યારે આપણા વિસ્તારના જ બ્રિજેશ દરજી એ આ સેકટરમાં ઝમ્પ્લાવી ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધ્યા અને બેંકમાં બચતનું મહત્વ અને ખાસ કરીને બચત ક્યાં કરવી, કેટલી કરવી વગેરે બાબતોનું ચોક્કસ મહત્વ સમઝાવ્યું જેને કારણે બ્રિજેશ દરજી ની મેહનત રંગ લાવી અને આ ધનતેરસના પવિત્ર દિવસે એક સાથે ૩૦૦ (SIP) કરાવી મધ્ય ગુજરાતમાં કીર્તિમાન સ્થાપ્યો છે. અને બ્રિજેશ દરજીએ લોકો નો ખુબજ વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે .
સાથે સાથે મહત્વ ની બાબત એ છે કે દાહોદને સ્માર્ટ સીટી જાહેર કર્યા પછી તેને અનુરૂપ આ ૩૦૦ (SIP) કોઈ પણ જાતના ફોર્મ ભર્યા વગર પેપર લેસ પદ્ધતિ થી BSE STAR MF ના સહયોગ થી એક સાથે એક દિવસે ૩૦૦ (SIP) રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જે ડીજીટલ ભારત અને પેપર લેસ વ્યવહાર ના સરકારશ્રી ના અભીગમને બ્રિજેશ દરજી એ સાકાર કરી અપના દાહોદનું નામ ગુજરાત માં રોશન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here