માંડલના ટ્રેન્ટ ગામમા નર્મદા મહોત્સવનો રથ પહોંચ્યો, ખેડુતોએ ગામની કેનાલના પ્રશ્ને સાંસદ દેવજીભાઇ ફતેપુરાને રજુઆત કરી

0
246

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ વિઘાનસભાના દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામથી નર્મદા રથની શરુઆત થઇ હતી. નર્મદા ડેમના દરવાજા બંધ કરીને તેને પુર્ણ ઉંચાઇ સુધી ભરવાની મંજુરી મળ્યા બાદ તેની રાજયભરમાં બુધવારથી “મા નર્મદા મહોત્સવ રથયાત્રા” નો પ્રારંભ થયો છે.
ત્યાંરે આજરોજ આ “નર્મદા મહોત્સવનો રથ” માંડલના ટ્રેન્ટ ગામે પહોંચ્યો હતો. મહોત્સવ રથની પુજા વિધિ અને આરતી સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપુરા, વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ સહીત બહેનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં ગામાના ખેડુતો દ્વારા વર્ષોથી તુટેલ કેનાલો અને પાણીના પ્રશ્નોની રજુઆત સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઇ ફતેપુરાને કરી હતી આ બાબતે સાંસદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here