Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદમાનગઢ હીલને રાષ્ટ્રીય સ્મારક તરીકે મોદી જાહેર કરવાના છે તે વાતની જાણ...

માનગઢ હીલને રાષ્ટ્રીય સ્મારક તરીકે મોદી જાહેર કરવાના છે તે વાતની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોટ દાહોદ દોડી આવ્યા

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૮/૧૦/૨૦૨૨ ને શુક્રવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે એક સભા સંબોધી હતી. જેમાં તેમનું એવું કહેવું હતું કે નરેન્દ્ર મોદી મોડેલ બનાવવાની વાત કરે છે, ખબર નહિ કયું મોડેલ બનાવવાની વાત કરે છે ? પણ ગુજરાત રાજ્યનું મુખ્ય મંત્રી સહિત આખુંને આખું મંત્રી મંડળ બદલી નાખવાનું શું કારણ હોઈ શકે ? શું તેઓએ ગુજરાતમાં વિકાસના કોઈ કાર્ય કર્યા નથી ? જેથી કરીને નરેન્દ્ર મોદીએ આખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું ?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરના રોજ માનગઢ ખાતે આવી રહ્યા છે. ત્યારે માનગઢને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજકીય લાભ ખાટવા અશોક ગેહલોટ દ્વારા માનગઢને લઈને જાહેર સભામાં કહ્યું હતું કે માનગઢનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો છે અને માનગઢમાં 22 વર્ષ પહેલા સ્મારક બનાવેલું છે.

વધુમાં નરેન્દ્ર મોદી અમારાથી ઘભરાય છે એટલે જ વારંવાર ગુજરાતમાં આવે છે. કારણ કે તેમને કોંગ્રેસનો ડર છે. આ વિસ્તારમાં હમણાં જ ટૂંક સમય પહેલા તેમને સભા કરી હતી, તેમ છતાં ફરી આ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બીજી સભા કરી રહ્યા છે. એનો મતલબ કે તેમને ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો ડર સતાવી રહ્યો છે. પરંતુ આજે અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી દાહોદમાં દોડી આવ્યા અને સભા કરી તેનાથી તો આમ જોવા જતાં ખરેખર લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે મોદી તો કોઈના થી ડરતા નથી પરંતુ કોંગ્રેસ સો ટકા મોદી થી ડરી ગઈ હોય તેવું લાગે છે. માટે જ કોંગ્રેસે મારતે ઘોડે રાજસ્થાનના મુખ્યમંત્રીને સભા કરવા દાહોદ મોકલી આપ્યા.

બીજેપી પર પ્રહાર કરતાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ ધર્મ ની રાજનીતિ કરે છે અને નરેન્દ્ર મોદી જે વાયદા કરતા હતા કે કાળું ધન પાછું લાવીશું તથા મોંઘવારીને લઈને અને નોટબંધીને લઈને જૂની જૂની વાતો વાગોળી હતી.

આ સભામાં રઘુ શર્મા, રાજેન્દ્ર પટેલ, મહેન્દ્રસિંહ માલવયા, નારણભાઈ રાઠવા, વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન, અશોક પંજાબી, ડો.મિતેશ ગરાસીયા, હર્ષદ નીનામા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો મંચ પર બિરાજમાન હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments