મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગૃહ ફાળવણીનો ડ્રો નગર પાલિકા ટાઉન હોલમાં આજે કરવામાં આવ્યો

0
69

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

સંકલિત આવાસ અને સ્લમ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગૃહ નમ્બરની ફાળવણી નો ડ્રો આજે તા.૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ નગર પાલિકા નવા નિમાયેલ પ્રમુખ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યો.

આજે દાહોદ નગર પાલિકા ખાતે સંકલિત આવાસ અને સ્લમ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૪૮૦ આવાસોની ફાળવણી કરવા આવી છે. જે પૈકી ૨૮૫ આવાસોની ફાળવણી પહેલા કરી દેવામાં આવી હતી, જ્યારે આજ રોજ 195 મકાનોનો ડ્રો નગરપાલિકા ટાઉનહોલમાં પ્રમુખ રીનાબેન પંચાલના હસ્તે કરવામાં આવ્યો હતો. ડ્રો કર્યા બાદ પ્રથમ 10 લાભાર્થીઓને સર્ટીફીકેટ આપી આવાસ નંબર આપવામાં આવ્યા હતા. આ આવાસો હિંદુ તથા મુસ્લિમ બંને સમુદાયના લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલએ લાભાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે આવાસો બંને સમુદાયના લોકોને આપવામાં આવ્યા છે. જેથી આપણે ભાઇચારાની ભાવનાથી રહીશું અને વધુમાં કહ્યું કે ભલે આપણો ધર્મ અલગ અલગ હોય પરંતુ લોહીનો રંગ લાલ છે જેથી હમ સબ એક હૈ જેવા નારા સાથે તેઓ તેમનું વક્તવ્ય પૂરું કર્યું હતું.

આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નવનીત પટેલ, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દી ચલ્લાવાલા, કારોબારી ચેરમેન લખન રાજગોર, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, દંડક શ્રદ્ધા ભડંગ તથા દરેક વોર્ડના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here