મુવાલીયા કૃષિ કેન્દ્ર ખાતે મહિલા કૃષિ દિવસ ઉજવણી નિમિતે મહિલા શિબિર યોજાઇ કૃષિ ઉત્પાદનમાં મહિલાઓનો વિશેષ ફાળો હોય છે. : નગરપલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી

0
242

logo-newstok-272-150x53(1)

EDITORIAL DESK – DAHOD

દાહોદ જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત  જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અને ખેતીવાડી, પશુપાલન, બાગાયત, આત્મા પ્રોજેકટ, સહકાર શાખા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદના ઉપક્રમે મહિલા કૃષિ દિવસ નિમિત્તે મહિલા શિબિર દાહોદ નગરપલિકા પ્રમુખસુશ્રી સંયુક્તાબેન મોદીના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સીટી-મુવાલીયા ફાર્મ,દાહોદ ખાતે યોજાઇ હતી.

IMG-20170730-WA0088-638x413

અધ્યક્ષસ્થાનેથી સુશ્રી સંયુક્તાબેન મોદીએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા તત્કાલિન મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ માટેનું બીડું ઝડપ્યું હતું. અને ૨૦૧૪થી સતત ૧૫ દિવસ માટે મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વિષયોને આવરી લઇ મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્યભરમાં પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખેતીમાં મહિલાઓનો વિશેષ ફાળો હોય છે. ત્યારે મહિલાઓએ તમામ ક્ષેત્રે આગળ આવવું પડશે. તે માટે શિક્ષણ અતિઆવશ્યક છે. ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં, પ્લાસ્ટીક વપરાશ અટકાવમાં મહિલાઓએ આગળ આવવું પડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

જિલ્લા ખેતી વાડી અધિકારીશ્રી એમ.પી.બગડાએ અધતન ખેતી વિશે માર્ગદર્શન પુરું પાડતાં જણાવ્યું હતું કે ખેડૂતે દર વર્ષે અથવા પાંચ વર્ષે જમીનનું પૃથકરણ કરાવવું જરૂરી છે. તો જે તે જમીનમાં જે તે પાકને લગતા નાઇટ્રોજન, પોટાશ, ફોસફ્રરસ જેવા તત્વો જમીનમાં છે કે નહીં તે જાણી શકાય. તે માટે રાજ્ય સરકાર દ્વારા સોઇલ હેલ્થકાર્ડ આપવામાં આવે છે. જિલ્લામાં ૨૩૩૦  જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરી પાક ઉત્પાદન કરી આર્થિક રીતે સધ્ધર થવાશ્રી બગડાએ માર્ગદર્શન આપ્યુ હતુ.

તાલીમ મુલાકાત યોજના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી રાઠવાએ ખેડૂતોએ આર્થિક રીતે સધ્ધર થવું હશે તો ખેતી ખર્ચ અને પશુ પાલન ખર્ચ ઘટાડવો પડશે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં ખેડૂત અકસ્માત વિમા યોજના, બાગાયતી પાકો, ફળોમાંથી બનતી બનાવટો માટે પણ કરવામાં આવી રહેલા પ્રયાસ, પ્રેરણા પ્રવાસ વગેરેનું માર્ગદર્શન પુરું પાડ્યુ હતું.

આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સીટી-મુવાલીયા ફાર્મના નિયામકશ્રી ઉમેશ પટેલે આ વિસ્તારમાં મુખ્યત્વે થતા મકાઇ, સોયાબીન, ઘઉં, ચણાના વાવેતર માટેની વૈજ્ઞાનિક પધ્ધતિઓ, પ્રમાણસર ખાતર, જંતુ નાશક દવાઓ, નિંદામણ, ઉપર સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પશુપાલન અધિકારી ર્ડા. ગોસાઇએ મહિલાઓ માટે અધતન ખેતીની સાથે અધતન પશુપાલન વ્યવસાય ખુબ લાભદાયી છે. તેમ જણાવતાં ઢોરોને વધુ પડતું લીલું ઘાસ અને કાપીને તુર્તજ આપવાથી નાઇટ્રેટ જેવા તત્વ પશુના શરીરમાં જવાથી પશુનું મૃત્યુ થવાનો સંભવ રહે છે. લાલ પેશાબ કરતા પશુઓને તથા ભાદરવાની ઋતુમાં ડેન્ગ્યુ તાવ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો અંધશ્રધ્ધાથી દૂર રહી તુર્તજ નજીકના પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા તાકીદ કરી હતી.

આ કાર્યક્રમમાં અધતન પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બનનાર મહિલા પશુપાલકોને મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખેતી વાડી અને પશુપાલન વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા. ખેડૂત મહિલાઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કરેલ અધતન ખેતીનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી વિણાબેન પલાસે પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતુ. જ્યારે સ્વાગત પ્રવચન, સંચાલન તથા આભારદર્શન મદદનીશ ખેતી નિયામકશ્રી વિપુલ પટેલે કર્યુ હતુ.     ,      .

        આ કાર્યક્રમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી, ખેતીવાડી અધિકારીશ્રી પાયલ ભાભોર, ખેતી વાડી ખાતાના કર્મચારીગણ, મોટી સંખ્યામાં મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here