Monday, February 17, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડા"મેરા બુથ સબસે મજબૂત" નો વિશાળ સંવાદ કાર્યક્રમ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં...

“મેરા બુથ સબસે મજબૂત” નો વિશાળ સંવાદ કાર્યક્રમ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ચિલાકોટામાં યોજાયો

“મેરા બુથ સબસે મજબૂત” અભિયાનનો વિશાળ કાર્યક્રમ મધ્યપ્રદેશના ભોપાલમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને મોદી સરકારના વિકાસના ૯ (નવ) વર્ષના કાર્યક્રમો થઈ રહ્યા છે તેની પ્રશંસા કરી હતી, અને જણાવ્યું હતું કે દસ લાખ બુથ કાર્યકર્તાઓને સંબોધન કર્યું એની ખુશી છે. બુથ કાર્યકર્તાઓનું સંમેલન વિશ્વમાં પ્રથમ હશે અને કહ્યું કે ભાજપ માટે દેશ હિત સર્વોપરી છે અને ત્યારબાદ બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભામાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત બુથમાં સક્રિય તમામ કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સંપર્કના માધ્યમથી બનેલા નવા કાર્યકર્તાઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને બુથ કાર્યકર્તાઓ દ્વારા ભેગા મળી ચિલાકોટા મુખ્ય શાળામાં દેશના લોકલાડીલા વડાપ્રધાન નરે્દ્રભાઈ મોદી “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમના વર્ચ્યુઅલ સંબોધન ના સંવાદમાં સૌએ સાથે મળી સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભાગ લીધો હતો.

“મેરા બુથ સબસે મજબૂત” નો મુખ્ય હેતુ બુથ સ્તરના કાર્યકર્તા સાથે સંવાદનો છે. ભોપાલમાં આજે 2039 બુથ કાર્યકર્તાઓ બુથ સશકિતકરણનું પ્રશિક્ષણ લઈ સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતોમાં કાર્યરત થશે. જેના ભાગ રૂપે દાહોદમાં એક કાર્યકર્તા ની પસંદગી કરવામાં આવી હતી જેઓ નું આ પ્રશિક્ષણ દાહોદ જિલ્લાના તમામ બુથો માટે ખૂબ ઉપયોગી નીવડશે. ચીલાકોટામાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, લોકસભા વિસ્તારક વૈભવ પટેલ, લીમખેડા વિધાનસભાના અલ્પકાલીન વિસ્તારક સતિષભાઈ બારોટ , અનિલભાઈ શાહ તથા બુથ સમિતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ પછી સાંસદએ ચીલકોટાના ભૂસકા ફળિયામાં રહેતા માજી સૈનિક કાળુભાઇ ગમારના ત્યાં ભોજન લીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments