દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ના સ્ટેશન રોડ પર આવેલ “કેશવ માધવ રંગ મંચ” (ઓપન એર થિયેટર) માં યુવા શક્તિ ગ્રુપ દાહોદ દ્વારા “માં શક્તિ નવરાત્રી” મહોત્સવ સંદર્ભે પત્રકારો ને સંબોધતા અભિષેક મેડા દ્વારા જણાવવમાં આવ્યું હતું કે દાહોદ શહેરની જનતા કોરોનાનાં કપરા કાળ ને ભૂલી હવે “મા શક્તિ નવરાત્રી” મહોત્સવમાં રંગે ચંગે ગરબાના તાલે ઝૂમવા માટે અમોએ આ આયોજનને તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૪/૧૦/૨૦૨૨ સુધી ખેલૈયાઓ માટે ખુલ્લો મુકીશુ. ત્યારે દરેક ખેલૈયાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી શકે છે.
આ નવલી નવરાત્રીમાં ગરબા ની રમઝટ માણવા દાહોદ શહેરની જનતાને ભાવભર્યુ નિમંત્રણ છે. જેમાં પહેલા ત્રણ દિવસ સુધી ગ્રુપ ગરબા, થીમ ગરબા, કોમ્પિટિશન પણનું આયોજન કરેલ છે જેમાં માતા બહેનોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. VVIP ઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તથા શહેરીજનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં સેલ્ફી પોઇન્ટ ફૂડ કોર્ટ સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવશે તેનો પણ આપ આનંદ માણી શકશો. મા શક્તિ ગ્રુપ દ્વારા દાહોદ શહેરની જનતાને ખૂબ જ ભાવ ભર્યું આમંત્રણ અભિષેક મેડા તથા પૂરા ગ્રુપ દ્વારા આપવામાં આપ્યું છે
આ પ્રેસમીટ માં શક્તિ નવરાત્રી ગ્રુપના સર્વે ગ્રુપ મેમ્બર તથા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રીક મીડિયા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા