રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ TET – 2 ની પરીક્ષાની માર્કશીટોમાં છબરડા : ઊંઘમાં બનાવાયી હોય તેમ નામ કોનું ને ફોટા કોના ?   NewsTok24 – Exclusive

0
1967

 

Picture 001

logo-newstok-272Keyur Parmar Dahod
                                     તાજેતરમાં ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતું. જેમા દાહોદની 1 મહિલા વિદ્યાર્થીની ની માર્કશીટમાં ગંભીર છબરડા જોવા મળ્યા હતા. આજે મળેલી તે વિદ્યાર્થીની ની માર્કશીટમાં અન્ય પુરુષ વિદ્યાર્થીની તસવીર છપાઈ હતી. જેમા તે વિદ્યાર્થીની ની માર્કશીટ ઉપર અન્ય વિદ્યાર્થીનો ફોટો છપાતા બોર્ડના ગંભીર છબરડા બહાર આવ્યા હતા.
                                     રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત 26 જુલાઈ, 2015 ના રોજ શિક્ષક અભિયોગ્યતા કસોટી (ટેટ-2) ની સ્પર્ધાત્મક કસોટીની પરીક્ષા લેવાઈ હતી. જેમાં દાહોદ શહેરની દોલતગંજ બજારમાં રહેતા ભાવનાબેન કાંતિલાલ દરજી એ દાહોદ લીટલ ફલાવર્સ સ્કૂલ મુકામે ટેટ -2 ની પરીક્ષા આપી હતી. જેમને એ\પરીક્ષા શીટ નંબર 31027568 થી પરીક્ષા આપી હતી. જેનુ પરિણામ નેટ ઉપર જાહેર થયુ હતુ. જેમા વિદ્યાર્થીની ના માર્કસ ત્રણ વાર નેટ ઉપર અલગ અલગ મૂકવામા આવ્યા હોવાનુ વિદ્યાર્થીની દ્વારા જણાયુ હતુ.

                                     જયારે ઉપરોકત વિદ્યાર્થીની ને પોતાની માર્કશીટ પોસ્ટ દ્વારા તેઓના હાથંમાં આજે આવતા માર્કશીટ ઉપર અન્ય પુરુષ વિધાર્થીનો ફોટો જોઈને ચોંકી ઉઠયા હતા. જો કે આ વિદ્યાર્થીની પરીક્ષામાં ઊતીર્ણ થઇ હતી. આમ એક મહિલાવિદ્યાર્થીની ની માર્કશીટ ઉપર અન્ય પુરુષ વિદ્યાર્થીનો ફોટો છપાયો હતો. આ બાબતને વિદ્યાર્થીની ના વાલીએ બોર્ડના આ છબરડાને લઈને બોર્ડ દ્વારા મોટા પાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કર્યા હતા. જયારે પરિણામા ફોટા સુધારા માટે  વિદ્યાર્થીની ને ગાંધીનગર સુધી લાંબા થવાનો વારો આવ્યો છે તો તેનુ જવાબદાર કોણ? શું આવિદ્યાર્થીની એ રાજય પરીક્ષા બોર્ડ ઉપર દાવો કરવો જોઇએ? આ પ્રકારની ભૂલ બોર્ડ દ્વારા થાય તો આવા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે એ એક વિકટ પ્રશ્ન છે? આવી રીતે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે બોર્ડ દ્વારા થતા છબરડાઓ ના જવાબદર કોણ?  અન્ય 2 વિદ્યાર્થીઓનું પણ  જે નામ ના વિદ્યાર્થીઓ છે તેમના  ફોટોની જગ્યાએ બીજા કોઈ  વિદ્યાર્થી નો ફોટો છે. જેઓના નામ આ પ્રમાણે છે. લીમખેડા નગરના સુરેશકુમાર બાબુભાઇ તથા જીગર નગીનભાઈ પ્રજાપતિએ દાહોદ મુકામે ટેટ -2 ની પરીક્ષા આપી હતી. બંન્ને વિદ્યાર્થીઓની માર્કશીટ પોસ્ટ દ્વારા તેઓના હાથંમાં આજે આવતા માર્કશીટ ઉપર અન્ય વિદ્યાર્થીઓની તસવીરો જોઈને તેઓ પણ ચોંકી ઉઠયા હતા. જોકે બંન્ને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊતીર્ણ થયા હતા. પરંતુ સુરેશકુમાર બાબુભાઈ જાદવની માર્કશીટ ઉપર અન્ય વિદ્યાર્થીની તસવીર છપાઈ હતી. જ્યારે જીગર નગીન ભાઈ પ્રજાપતિ માર્કશીટ ઉપર અન્ય વિધાર્થીનૉ ફૉટૉ છપાયૉ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here