Friday, January 17, 2025
Google search engine
HomeDahod - દાહોદરાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે : જિલ્લા...

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે : જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી 

સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી સઘન રીતે યોજાશે. જે અંતર્ગત આજે તા.૧૬/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ કલેકટર ડૉ. હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એન્ટી લેપ્રસી ડે અને લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦ જાન્યુઆરી એન્ટી લેપ્રસિ ડે ઉજવાતો હોય તે અંતર્ગત ૩૦ જાન્યુઆરી ના રોજ સમગ્ર ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. તેમજ તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિતના દર્દીઓને લોકોનો પણ સાથ સહકાર મળે જેથી કરીને રક્તપિત્તનાં દર્દીને શારીરિક માનસિક સામાજિક અને આર્થિક રીતે પણ સહાયક રુપ થાય વધુમાં 30/01/2023 થી 13/02/2023 દિન -15 દરમ્યાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ કરવાનો થશે. જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવશે.

તા.૩૦ જાન્યુઆરીએ ગ્રામ સભાનું આયોજન કરવાનું અને તા.,૦૧/૦૨/૨૦૨૩ થી ૧૩/૦૨/૨૦૨૩ દરમ્યાન જાહેર સ્થળો એ ભવાઈ, ગામે ગામ સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન, ગ્રામ્ય આરોગ્ય સમિતિ સાથે મીટિંગ, વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી સાથે મીટિંગ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર, રેડીયોના માધ્યમ થી પ્રચાર પ્રસાર, લેપ્રસીના દર્દીઓ માટે સ્પેસિયલ આધાર કાર્ડ ઝુંબેશ કરવામાં આવશે. આ વખતે ૨૦૨૩ ની એન્ટી લેપ્રસી ડે ની થીમ “લેટ્સ ફાઇટ લેપ્રસી એન્ડ મેક લેપ્રસી એ હિસ્ટ્રી”. સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments