રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે મેહસાણામાં એના કાને પડે એટલા માટે બોલું છું અમારી સરકારે વનબંધુ કલ્યાણ યોજનામાં ₹ 67000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે : અમિત શાહ 

0
228
 Himanshu Parmar – Dahod
                                                                                                                                 Rahul gandhi nu tweet 
દાહોદના ઝાલોદ વિધાનસભા માટે યોજાયેલ ઝાલોદની સભામાં અમિત શાહ એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાન સભા સીટ પર આજે  અમિત શાહએ જંગી જનસભા ને સંબોધી હતી. ઝાલોદ વિધાનસભા ખુબ મહત્વની છે તેની સાથે બે સીટ ઉપર પડી શકે છે એક તો દાહોદ અને બીજી ફતેપુરા.કારણ કે ઝાલોદ સીટ પરથી ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહેલ ભાવેશ કટારા દાહોદના માજી ભાજપમાંથી જ સાંસદ બનેલા બાબુભાઇ કટારાના પુત્ર છે.

સ્પીચ અમિત શાહ એ આકરા પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પાસે વિકાસનો હિસાબ માંગે છે ભાઈ તમને નવાઈ લાગે છે કે નઈ. જેમને ૭૦ વર્ષ સુધી રાજ કર્યું અને પોતાના મત વિસ્તાર એવા અમેઠીમાં એક કલેકટર ઓફિસના ખોલી શક્યા તે રાહુલ બાબા વિકાસની વાતો કરે અને નરેન્દ્રભઇ પાસે હિસાબ માંગે છે.

આજે એમને વનબંધુ યોજના માટે ટ્વિટી કર્યું હું એમને કહું છે રાહુલ બાબા વનબંધુ વિકાસ યોજનામાં આ નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે ૬૭૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ આપી છે અને ગરીબ આદિવાસીઓના કામો થાય અને લાભ મળે તે માટે મોદી સરકાર પછી આનંદીબેન અને અને રૂપાણી સરકારે જંગલની જમીનો ખેડૂતોના નામે કરી છે. તમે જે આ ગુજરાત ના રસ્તે ફરો છે ને રાહુલ બાબા ગામડે ગામડે તે દરેક રસ્તાઓ ભાજપ સરકારે બનાવેલા છે. લાઈટો , રસ્તાઓ, ૨૪ કલાક વીજળી અને સરકારની યોજનાઓ ગણાઉં તો થાકી જશો ૧૧૬ યોજનો આ મારા ગરીબ આદિવાસી ભાઈ બહેનો માટે છે. રાહુલ બાબા શું તમે ગુજરાતમાં ફરી ફરી ને વિકાસ વિકાસ કરો છો. તમને શું ખબર હોય વિકાસ શું છે. તમે તમારા ઇટાલિયન ચશ્માં ઉતારો અને ઝાલોદના ચશ્માં પહેરો તો ખબર પડે કે ગુજરાતમાં કેટલે વિકાસ થયો છે. માત્ર વાતો કરવાથી અને નરેન્દ્રભાઈ ને સવાલ કરવાથી વિકાસ નથી થતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે તો કામ કરીને બતાવ્યું છે અને એટલે જ અમે વિકાસના મુદ્દે લોકો સમક્ષ જઇયે છીએ. અને તમે તો માત્ર કરેલા વિકાસના કામોની ટીકાઓ સિવાય બીજું કશુ નથી કરતા પરંતુ હું તમને કહું ચ કે ગુજરાતમાં આજે પણ મતદાન ચાલુ છે અને 14મી એ પણ થશે અને લોકો કોંગ્રેસ ને દેખાડી દેશે કે વિકાસ કોને કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here