રેડક્રોસ સોસાયટી દ્વારા “ફર્સ્ટ એડ” નો વર્ગ યોજાયો

0
107

PRAVIN PARMAR – DAHOD

 

રેડક્રોસ સોસાયટી દાહોદ અંતર્ગત સેંટ જોહન એમ્બ્યુલન્સ દ્વારા એક “ફર્સ્ટ એડ” ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ, અકસ્માત, ઇજા વિગેરે તાત્કાલિક ધોરણે વ્યક્તિઓએ શી કામગીરી કરવી કે જેથી ઘાયલોને હોસ્પિટલ લઇ જતા પહેલા તેમનો જીવ બચાવી શકાય. તે અલગ અલગ લેક્ચરો દ્વારા અને નિદર્શન દ્વારા વિસ્તૃત સમજાવવામાં આવ્યું હતું.

આ ક્લાસ પૂરો કર્યા પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ કંડકટરની ભરતી, ફાયરમાં ભરતી વિગેરે માટે જરૂરી હોય છે. આશરે ૧૬૦ જેટલા તાલીમાર્થી ભાઈ-બહેનોએ તાલીમ લીધી હતી. આ વર્ગમાં ઈકબાલભાઈ લેનવાળા, ગોપાલભાઈ ધાનકા, કમલેશભાઈ લીંબચીયા, નરેશ ચાવડા વિગેરે દ્વારા લેકચર આપવામાં આવ્યા હતા. જ્યારે ત્રિભોવન પાઠક દ્વારા વિગતવાર નિર્દશન આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું આયોજન અને સંચાલન રેડક્રોસના એક્ટિવિટીઝ કન્વીનર એન.કે.પરમાર દ્વારા થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here